Abtak Media Google News

દોડવીર મિલ્ખા સિંહનો જન્મ લાયલપુર ખાતે 8મી ઓક્ટોબર ૧૯૩૫ના દિવસે થયો હતો. તેઓ જન્મ એક શીખ પરિવારમાં થયો હતો.

અખંડ ભારતના વિભાજન પછીના રમખાણોની નિરંકુશ પરિસ્થિતિ વખતે મિલ્ખા સિંહે પોતાનાં માતાપિતા ગુમાવ્યા હતા. એમના પર પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ રમખાણોને કારણે એમનો લગભગ આખો પરિવાર ખતમ થઇ ગયો હતો. અંતે તેઓ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવી ગયા હતા.

Hqdefault 8

આ ભયાનક ઘટનાઓ બાળપણમાં જોયા પછી એમણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાનું મનોમન નક્કી કર્યું હતું. એક હોનહાર દોડવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ એમણે ૨૦૦ મી તેમજ ૪૦૦ મી દોડની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરી, અને આ રીતે ભારત દેશના અત્યાર સુધીના સૌથી સફળ દોડવીર બન્યા. કેટલાક સમય માટે તેઓ ૪૦૦ મી દોડ માટેના વિશ્વ કીર્તિમાન ધારક પણ રહ્યા.

કાર્ડિફ઼, વેલ્સ, સંયુક્ત સામ્રાજ્યમાં ૧૯૫૮ના કૉમનવેલ્થ ખેલમાં સ્વર્ણપદક જીત્યા પછી શીખ હોવાને કારણે લાંબા વાળ સાથે પદક સ્વીકારવા ગયા હોવાથી તેમને સમગ્ર ખેલ વિશ્વ ઓળખવા લાગ્યું. આ સમય દરમિયાન એમને પાકિસ્તાન ખાતે દોડવા માટેનું આમંત્રણ મળ્યું, પરંતુ બાળપણની ઘટનાઓને કારણે તેઓ ત્યાં જવા માટે અચકાવા હતા, પરંતુ ન જવાને કારણે રાજનૈતિક ઉથલ પુથલ થવાના ડરને કારણે એમને જવા માટે કહેવામાં આવ્યું અને એમણે દોડવા માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો.

Milkha5 1

દોડ સ્પર્ધામાં મિલખા સિંઘે સરળતાથી પોતાના પ્રતિસ્પર્ધકોને પરાસ્ત કરી દીધા, અને આસાનીથી જીતી ગયા. અધિકાંશ પાકિસ્તાની દર્શક એટલા પ્રભાવિત થયા કે પૂર્ણ રીતે બુરખાનશીન ઔરતોએ પણ આ મહાન દોડવીરને પસાર થતો જોવા માટે પોતાના નકાબ ઉતારી લીધા હતા, ત્યારથી જ એમને ફ્લાઇંગ શીખ તરીકેનું ઉપનામ મળ્યું.

મિલખા સિંઘે ત્યારબાદ રમતગમતમાંથી સંન્યાસ લઈ લીધો અને ભારત સરકાર સાથે ખેલકૂદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ ચંડીગઢ ખાતે રહે છે.

પ્રાપ્ત કરેલા મેડલ

Cbpb2Jxdaq
  • એમણે ૧૯૫૮ના એશિયાઈ રમતોત્સવ માં ભાગ લઈ ૨૦૦ મી દોડ તેમજ ૪૦૦ મી દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા.
  • એમણે ૧૯૬૨ના એશિયાઈ રમતોત્સવમાં ભાગ લઈ એમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યા.
  • એમણે ૧૯૫૮ના કૉમનવેલ્થ રમતોત્સવમાં ભાગ લઈ તેમાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યા.
Milkha Singh

એમણે રોમ ખાતે ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે ૧૯૬૪ ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમને “ઉડતા શીખ” તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું. તેઓ ભારત દેશના શ્રેષ્ઠતમ ખેલાડીઓમાંથી એક છે.

સેવાનિવૃત્તિ લીધા પછીના સમયમાં મિલખા સિંઘ ખેલ નિર્દેશક, પંજાબના પદ પર બિરાજમાન છે. એમને પદ્મ શ્રી પુરસ્કાર દ્વારા પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. એમનાના પુત્ર જીવ મિલખા સિંઘ ગોલ્ફની રમતના જાણીતા ખેલાડી છે.

54 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.