Abtak Media Google News

સામગ્રી :-

૧/૨ કપ દહીંનો મસ્કો (૫૦૦ મિલી, દહીંમાંથી બનાવેલ હંગ કર્ડ)

૬ તાજી સ્ટ્રોબેરી

૨ ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ

૩ ટેબલ સ્પૂન ક્ધડેન્સ્ડ મિલ્ક

૪ ટેબલ સ્પૂન આઇસિંગ સૂગર

૨ ટેબલ સ્પૂન લિચી ક્રશ

૧ ટી સ્પૂન બદામની ઝીણી કતરણ

૨ ટીપા વેનીલા એસેન્સ

રીત :-

– ૪ સ્ટ્રોબેરીના નાના ટુકડા કરવા, ૨ સ્ટ્રોબેરીની પાતળી સ્લાઇસ કરવો. સ્ટ્રોબેરીના ટુકડામાં એક ટેબલ સ્પૂન આઇસિંગ સુગર મિક્સ કરવું.

– મસ્કામાં બાકી રહેલી આઇસિંગ સુગર અને ક્ધડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી લેવું. આ મસ્કાના ત્રણ ભાગ કરી લેવા.

– પહેલાં ભાગમાં સ્ટ્રોબેરી ક્રશ મિક્સ કરો. બીજા ભાગમાં લિચીક્રશ મિક્સ કરો. ત્રીજા ભાગમાં બદામની કતરણ અને વેનિલા એસેન્સ મિક્સ કરો.

– ડેઝર્ટ સર્વ કરવા માટે ૩ નાના ઉંડા કાચના બાઉલ અથવા ઉભા નાના કપ લેવા. જેમાં સૌથી નીચે સ્ટ્રોબેરી ક્રશ મિશ્રત મસ્કો દરેક કપમાં મૂકવો. તેની ઉપર સ્ટ્રોબેરીના ઝીલા સમારેલા ટૂકડા મૂકવા તેની ઉપર લીચી ક્રશવાળો મસ્કો ગોઠવવો. ફરી સ્ટ્રોબેરીના કટકા મૂકવા. છેલ્લા લેયર માટે વેનિલા એસેન્સ અને બદામની કતરણવાળું હંગકર્ડ/મિસ્કો પાથરી સ્લાઇસ કરેલ સ્ટ્રોબેરી અને બદામની કતરણથી સજાવી ફ્રિજમાં ખૂબ ઠંડુ કરવા મૂકો.

– ત્રણ રંગનું આ લેયર્ડ યોગર્ડ બરાબર ઠંડુ થઇ સેટ થયા બાદ સર્વ કરવું.

રેસીપી વાંચીને જ મોં માં પાણી આવી ગયું ને ? આવી ગરમીમાં એકદમ કુલ એવું આ સ્ટ્રોબેરી લિચી લેયર્ડ યોગર્ટ ઘરે જ ટ્રાય કરો. અને તમારા ઉનાળાના વેકેશનને વધુ કુલ બનાવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.