Abtak Media Google News

૭ થી ૧૪ વર્ષના કોઈપણ બાળકો ભાગ લઈ શકશે: કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી સહિતની રમતો રમાડવામાં આવશે ; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

લક્ષ્ય સ્કૂલ અને નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે વિશાળ શેરી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકના માનસીક અને શારીરીક વિકાસમાં ખૂબજ ઉપયોગી, બાળપણથી જ બાળક હાર જીત પચાવતા શીખે અને તેમાં સંઘ ભાવના ઉત્પન્ન થાય તે હેતુ સહ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

London Eye

શેરી રમતોના અનેક ફાયદા છે જેમકે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલની લતથી દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ, ગામડાની દેશી રમતોમાં જે આનંદ મળે છે તે બીજી કોઈ રમતોમાં મળતો નથી. થોડી જગ્યામાં અને ઓછા સાધનોમાં રમી શકાય બાળકમાં એકાગ્રતા અને ચપળતા વધે છે. બાળક ખડતલ અને મજબૂત બને છે. શેરી રમતોમાં કોથળા દોડ લીંબુ ચમચીક ત્રિપગી દોડ, લંગડી, ટાયર (પૈડુ ફેરવવું) આ ઉપરાંત અન્ય રમતો રમાડવામાં આવશે.

સ્પર્ધામાં દરે રમતમાં ૫૦ મીટરનું અંતર કાપવાનું રહેશે સ્પર્ધકોને જે લેન આપી હોય એની અંદર જ રહેવાનું રહેશે, નહી તો ફાઉલ ગણાશે, ટાયર, કોથળા, લીંબુ-ચમચી સ્થળ પર આયોજકો દ્વારા આપવામાં આવશે.

શેરી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ૭ થી ૧૦ તેમજ ૧૧ થી ૧૪ વર્ષના કોઈપણ બાળકો આ રમતોત્સવમાં ભાગ લઈ શકશે. સ્પર્ધા લક્ષ્ય સ્કૂલ, રિધ્ધી સિધ્ધી પાર્ક ૧, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ ખાતે તા.૧૯.૧ રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે યોજાશે વધુ વિગત માટે મો.નં. ૯૧૦૬૪ ૭૩૮૯૫, ૭૯૯૦૦ ૧૧૩૪૭ પર સંપર્ક કરવો.આ તમામ રમતોની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીને વિજેતાવિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવશે. રમતોત્સવને સફળ બનાવવા આયોજકો વી.ડી. બાળા, હર્ષદભાઈ ગરચર, મિતુલભાઈ ગજેરા, રાયધનભાઈ ગરચર, અર્જુનભાઈ ડાંગર, ઉર્વેશભાઈ પટેલ, વિશાલભાઈ નેનુજી, નરેશભાઈ નકુમ, નિરાલીબેન ગરચર, રીધ્ધીબેન કુંભરવાડીયા, અર્જુનભાઈ આંબલીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.