Abtak Media Google News

સંચાલક મંડળના સભ્યો કે ટ્રસ્ટીઓ પરીક્ષા કેન્દ્ર પર હાજર નહી રહી શકે: શિક્ષણ બોર્ડે તમામ ડીઇઓને પત્ર મોકલી તાકીદે નિયમનો અમલ કરવા આદેશ કર્યો

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.10 અને ધો.12ની પરીક્ષાને લઇ કેન્દ્રો પર શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ કે સભ્યોને હાજર ન રહેવા માટે આદેશ કરાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળના હોદ્ેદારો કે સભ્યોને પરીક્ષાની કોઇ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમને કેન્દ્રો પર હાજર રહેવું નહી. તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ ડીઇઓને પત્ર લખીને તેમના તાબાની સ્કૂલો કે જ્યાં પરીક્ષા કેન્દ્રો હોય તે શાળાના સંચાલકોને આ નિયમોનો અમલ કરવા માટે તાકીદ કરવા જણાવાયું છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા 29 માર્ચના રોજ પૂર્ણ થશે. ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ધારો 1972 અને વિનિયમો અન્વયે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો ઉપયોગ પરીક્ષા સ્થળ તરીકે બોર્ડની જાહેર પરીક્ષામાં કરવામાં આવે છે. જેથી બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન શાળાકીય સંસ્થાઓમાં કામગીરી કરતા આચાર્ય, શિક્ષકો અને બીન શૈક્ષણિક કર્મચારીઓ પણ ફરજ સોંપવામાં આવતી નથી.

જેથી શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે તેમને પરીક્ષા સ્થળ પર હાજર ન રહેવા માટે આદેશ આપ્યો છે. શિક્ષણ બોર્ડે સ્પષ્ટ આદેશ કરતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાના સમય દરમિયાન શાળાના બિલ્ડીંગમાં શાળા મંડળના કોઇ ટ્રસ્ટી હાજર રહી શકશે નહિં. શિક્ષણ બોર્ડ દ્વારા તાબાના તમામ ડીઇઓને આ અંગે પરીપત્ર કરી સુચના આપવામાં આવી છે અને તેમના તાબાની સ્કુલોના શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓને આ સુચનાનું પાલન કરવા માટે તાકીદ કરવા જાણ માટે પણ કહેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.