Abtak Media Google News

મહેસાણા RTO દ્વારા ટેકસ વસૂલવા કાર્યવાહી કરાશે. જિલ્લામાં 2000 જેટલા કોમર્શિયલ વાહનોનો ટેકસ બાકી છે. 2000 જેટલા વાહનોનો એક વર્ષનો 15 કરોડ ટેકસ બાકી હોય તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. બાકી ટેકસ વાહન ધારકોને પહેલા નોટિસ અપાશે, અને તો પણ જો વાહન ધારકો નિષ્ક્રિયતા દાખવાશે તો RTO નોટિસ છતાં ટેકસ નહીં ભરે તો મિલ્કત પર બોજો પડશે. બોજો પાડતા ટેકસ નહીં ભરનાર મિલકત નહીં વેચી શકે.

સૌ પ્રથમ વખત ટેકસ વસૂલાત માટે 2 મહેસૂલી કર્મીને ફરજ સોંપવામાં આવી છે.  નાયબ મામલતદાર કક્ષાના 2 કર્મીઓને ફરજ પર નીમવામાં આવ્યા છે. જિલ્લામાં 2945 કોમર્શિયલ વાહન માલિકો પાસેથી કુલ 19.22 કરોડ ટેકસ વસૂલાત બાકી હોય તે અંગે કામગીરી આગળ વધારવાની રહેશે. 2945 પૈકી 2000 વાહન માલિકો એ એક વર્ષથી 15 કરોડ જેટલો ટેકસ ભર્યો જ નથી, તો હવે જોવું એ રહ્યું કે RTOની આ નવી પધ્ધતિ ટેક્સ વસૂલવા માટે સફળ રહેશે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.