Abtak Media Google News

કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકિય પદાધિકારીઓ સાથે દિલ્હીથી આવેલા પાંચ અધિકારીઓની ટીમે બેઠક યોજી: ખંઢેરી અને ખીરસરાની જગ્યાઓ અને તેના પેરામીટરની ચકાસણી કરવા ટીમ રવાના

એઇમ્સના પાંચ અધિકારીઓએ આજે કલેકટર વિક્રાંત પાંડે સહિત મેડીકલ અને પીજીવીસીએલના સ્ટાફ તેમજ રાજકીય અગ્રણીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ પાંચ અધિકારીઓની ટીમ ખંઢેરી તથા ખીરસરા નજીકના સ્થળે ચકાસણી માટે જવા રવાના થઇ હતી.ગુજરાતના બે શહેરોમાં એઇમ્સ માટે ચાલી રહેલી ચર્ચામાં ફરી અચાનક એઇમ્સનો મુદ્દો ઉછળતા તર્ક વિતર્ક થઇ રહ્યા છે. રાજકોટ જીલ્લાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યાનું નિશ્ર્ચીત થયા બાદ હવે લોકો એઇમ્સ મળે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.રાજકોટ ‚રલના પ્રાંત અધિકારીઓ કેન્દ્રને એઇમ્સ માટે સુચવેલી જગ્યાઓ અને તેના પેરા મીટરની ચકાસણી માટે આવેલા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના જોઇન્ટ સેક્રેટરી સુનિલ શર્મા, એઇમ્સના ડાયરેકટર, સુપ્રિટેન્ડેન્ટ, હેલ્થ ઓફીસર સહીતના પાંચ અધિકારીઓએ કલેકટર વિક્રાંત પાંડે, મેફર ડો. જૈનમભાઇ ઉપાઘ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સાંસદ મોહન કુંડારીયા, ઇન્દ્રનીલ રાજયગુરુ, ભાનુબેન બાબરીયા, તેમજ નીતીન ભારદ્વાજ, યોગેશ ગોસ્વામી, મનીષ મહેતા, પીજીવીસીએલના સુપ્રીટેન્ડન્ટ એન્જી. વ્યાસ, એમ.ડી.ધામેલીયા, જીલ્લા ઉઘોગ કેન્દ્રના જનરલ મેનેજર વી.એસ. પ્રજાપતિ, મીતેશ પટેલ, ડો. મધુલીકા, ડે. કલેકટર પી.આર.જાની, આસી. કલેકટર જોષી, ડે.કલેકટર હર્ષદ વોરા સહીતનાં સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી.રાજકોટ અને વડોદરા આ બે શહેરોમાંથી કોઇ એકને એઇમ્સ મળશે. ત્યારે રાજકોટને એઇમ્સ મળવાની પુરેપુરી સંભાવના દેખાઇ રહી છે. જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં એઇમ્સ માટે ખંઢેરી અને ખીરસરા નજીકની  સરકારી ખરાબાની જમીન સુચવવામાં આવી હતી. પ્રાંત અધિકારી પ્રભુ જોશીએ એઇમ્સ માટે સુચવેલી જગ્યા એરપોર્ટથી કેટલી દુર છે. રેલવે સ્ટેશનથી કેટલી દુર છે, બસ સ્ટેન્ડ થી કેટલી દુર છે. હવાનું દબાણ, પાણીની સુવિધા, આવવા જવા માટે રસ્તો અને અન્ય જીલ્લાઓના દર્દીઓને આવવા માટેની સુવિધાઓ સહિતના એઇમ્સના વિવિધ પેરામીટરને ઘ્યાનમાં લઇ રીપોર્ટ મોકલ્યો હતો. આ રીપોર્ટ મુજબના પેરામીટર છે કે નહિ તેની ચકાસણી કરવા એઇમ્સના પાંચ અધિકારીઓની ટીમ સ્થળ પર રવાના થઇ ચુકી છે. આ ટીમ એઇમ્સ માટે સુચવાયેલી જગ્યાની ચકાસણી કરશે અને આપેલા પેરામીટરની સત્યતા ચકાસશે.અગાઉ વડાપ્રધાનનું આગમન થયું હતું ત્યારે રાજકોટને એઇમ્સ મળવાની વડાપ્રધાન જાહેરાત કરશે તેવી અટકળો વહેતી થઇ હતી. રાજકોટને એઇમ્સ મળે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણા સમયથી તર્કબંધ દલિલો કરી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી રહી હતી. રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે. જો રાજકોટને એઇમ્સ આપવામાં આવે તો પુરા સૌરાષ્ટ્રની પ્રજાને ફાયદો મળી શકે તેમ છે. એઇમ્સના કારણે રોગોની સારવાર માટે ઉચ્ચ કક્ષાની મેડીકલ સવલત મળી શકશે.રાજકોટની સાથો સાથ વડોદરા દ્વારા પણ એઇમ્સ માટેનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટને એઇમ્સ મળવાના ઉજળા સંકેતો દેખાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.