Abtak Media Google News

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે  ત્યારે મોદીની લોકપ્રિયતા સામે લડત આપવા વિપક્ષોએ તોફાની વિઘાર્થીને મોનીટર બનાવી દેવાનો વ્યુહ અપનાવ્યો

બંગાળમાં ચાલી રહેલા ઘટનાક્રમમાં જેનો વિજય થશે તે આગામી સમયમાં ભારતના રાજકારણમાં છવાઇ જશે

ભારતના ઇતિહાસમાં અશ્વમેધ યજ્ઞનું અનોખું મહત્વ હતું. ભગવાન શ્રીરામ જેવા પરાક્રમી રાજાઓ અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ અશ્વમેધ ઘોડાને છુટો મુકી દેતા હતા. આ ઘોડા જયાં વિચરે ત્યાંના રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરનારા રાજાનું આધિપત્ય સ્વીકારવાનું રહેલ કે અથવા જેની સાથે યુઘ્ધ કરવું પડતું હતું. આવા રાજાઓ વિશ્વ વિજેતા કહેવાતા હતા. ભગવાન શ્રીરામના અશ્વમેધ ઘોડાને તેના પુત્રો લવ-કુશે બાંધીને યુઘ્ધ છેડયું હતું. વર્તમાન સમયમાં વડાપ્રધાન મોદી અને ભાજપનો સુવર્ણકાળ ગણાય રહ્યો છે. મોદી અને શાહની જોઇએ દેશભરમાં ભાજપના અશ્વમેધ ઘોડાનો છુટો મૂકીને સર્વત્ર વિજય મેળવ્યો છે. પરંતુ મોદીના આ અશ્વમેધ ઘોડાને બંગાળમાં મમતા દીદીએ બાંધી દીધો હોય તેવી ઘટના રવિવારે બનવા પામી છે.

પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના દાયકાઓ જુના શાસન સામે એકલે હાથે લડીને ઉથલાવી નાખનારા મમતા બેનર્જી ભારે ઝીંદી સ્વભાવના મનાય છે. જેથી વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી હત પ્રત થયેલા વિપક્ષોએ તોફાની વિઘાર્થીને મોનીટર બનાવવા જેવી વ્યુહના ભાગરુપે મમતા દીદીને મોદી સામે ધરી દીધા છે. આમ, પણ બંગાળી લોકોને ઓળખવા અધરા હોવાનું સર્વવિધિત હોવા છતાં બેલડીએ બંગાળનો કિલ્લો કબજે કરવા લોકસભાની ચુંટણીમાં ૪ર માંથી રપ બેઠકો જીતવાનો ઘ્યેય રાખ્યો છે.

જેના ભાગરુપે બંગાળમાં ભાજપ દ્વારા ૪૦ જેટલી  વિશાળ જાહેરસભાઓનું આયોજન કરવાનો ઘ્યેય રાખ્યો છે. પરંતુ રાજકીય વ્યુહના ભાગરુપે રવિવારે સીબીઆઇ અને બંગાળ પોલીસ વચ્ચે બનેલી ઘટના બાદ મમતાએ તેને રાજકીય રૂપ આપી દઇને સીધો ચેકમેટ આપવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે મમતાનો વિજય થશે તો તે વિપક્ષોનો વડાપ્રધાનપદનો એક મુખ્ય ચહેરા તરીકે ઉપસી આવશે અને જો ભાજપનો વિજય થશે તો ના ભારત વિજયને કોઇ રોકી શકશે નહીં

પશ્ચિમ બંગાાળમાં પોલીસ કમીશ્નર કુમારને ચીટ ફંડ કૌભાંડમાં કસુરવાર ગણી ધરપકડ માટે કાર્યવાહી કરનાર સીબીઆઇ ની અટકાયત અને કેન્દ્ર સરકાર સામે જંગમાં ખુલ્લીને મેદાનમાં આવી ગયેલા મમતા બેનર્જીમાં આક્રમક તેવર ભાજપ માટે મોટો પડકાર બનાવીને લોકસભાની ચુંટણીમાં ભાજપને મહાત આપવા વિપક્ષોઓ ભારે વ્યવસ્થિત રણનીતી અખત્યાર કરી હોવાનો ચિત્ર ઉભું થાય છે.

લોકસભાની આગામી ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ માટે દેશના કેટલાક રાજયોમાં નબળી પડેલી સ્થિતિ અને બેઠકોની ખોટ સરભર કરવા માટે પશ્ચિમ બંગાળની ૪ર બેઠકો પર નજર મંડાયેલી છે.પશ્ચિમ બંગાળમાં રાજય સરકારના એન્ટિ ઇમકબન્શી ફેકટરને લાભ ભાજપને દેખાઇ રહ્યો છે. ત્યારે મમતા બેનર્જીએે પશ્વિમ બંગાળમાં જોરદાર ટકકર આપવા આક્રમ વલણ અખત્યાર કર્યો છે.

પોલીસ અને સીબીઆઇના ઘર્ષણના આ મામલાને પ્રેસટીજ ઇસ્યુ બનાવી મેદાનમાં ઉતરી પડેલા મમતા બેનર્જીને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ ખુલ્લુ સમર્થન આપીને નરેન્દ્ર મોદી અને દેશના અર્વાચીન રાજકીય ચાણકય અમિત શાહની પશ્ચિમ બંગાળની વધુમાં વધુ બેઠકો મેળવવાની રણનીતી સામે મમતા બેનર્જીને આગળ ધરીને ભાજપનો વ્યહુ ઉછળાવવાની રણનીતી અમલમાં મૂકી હોય તેવું દેખાય છે.

ભાજપ માટે પણ ચુંટણી માથે છે ત્યારે રાત જાજી અને દિવસ થોડા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.મમતાના આક્રમક વલણ અને વિપક્ષોની ગણતરી પૂર્વકની રણનીતી સામે જો ભાજપ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગણતરી અને રાજકીય ગણીતના સોગઠા ગોઠવવામાં જરા પણ થાપ ખાઇ જશે તો ભાજપને અશ્વમેધનો રથ મોટી હારની પરિસ્થિતિમાં સપડાય જાય તેવી પરિસ્થિતિ  ઉભી થઇ છે.

ભાજપ માટે યુ.પી, બિહાર, મઘ્યપ્રદેશ અને નબળા ગણાતા રાજયોની બેઠકની ખોટ સરભર કરવા પશ્ચિમ બંગાળની ૪ર બેઠકો માંથી રપ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. તેની સામે રાજકારણમાં આક્રમક ખારિલા અને હકિલા નેતા તરીખે જાણીતા મમતા બેનર્જી ભાજપ સામે મોરચે આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઇની દેખીતી લડાઇ ખરા અર્થમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ અશ્વમેધ રથને રોકવાનો જંગ બની ગઇ હશે.મમતા બેનર્જી એ ઘણા લાંબા સમય પહેલા મોદી વિરોધી પરિબળોને એક કરવાની રણનીતી અગાઉ જ અમલમાં મૂકી દીધી છે.ગુજરાતના હાર્દિક પટેલને મમતા એ પોતાના સમર્થનનું ખુલ્લુ ઇજન આપીને મોદી ફેકટરી સામે કોઇપણ સંજોગોમાં રાજકીય શકિત એકત્રીકરણના સંકેતા આપી દીધા હતા.

પશ્ચિમ બંગાળની આ રાજકીય ધમાસાણ ભાજપના વિજય રથને અટકાવવા માટે વિપક્ષો માટે મોટી તક નો અવસર બની રહેશે સામે આવ્યો છે તો ભાજપ માટે પશ્ચિમ બંગાળના ગઢ અંકબંધ રાખવા મમતા બેનર્જીના નેતૃત્વમાં એક જુથ થયેલા વિપક્ષની રણનીતીને બે અસર કરવા માટે ભાજપની ચાણકય નીતીને ખરી કસોટી બની રહી છે.

અત્યારે દેશના રાજકારણમાં પશ્ચિમ બંગાળની આ પરિસ્થિતિ બન્ને તરફ ટનીંગ પોઇન્ટનું કારણ બને તેવો ધાટ ધડાઇ ચુકયો છે.ભાજપ માટે પશ્ચિ બંગાળની ૪ર બેઠકો વિજયનું નિમીત બને તેમ છે જયારે વિપક્ષ માટે પશ્ચિમ બંગાળની આ બેઠકો ભાજપને કાબુમાં કરવા કામ આવે તેમ છે ત્યારે પરિણામ કોની તરફ આવે તેના ગણીત રાજકીય પંડીતો માંડી રહ્યા છે.

પશ્ચિમ બંગાળનો જંગ: દીદી વિરુઘ્ધ મોદી મહાયુધ્ધનું રૂ લઇ રહ્યું છે

પશ્ચિમ બંગાળ  પોલીસ સીબીચાઇ વચ્ચે અદાલતમાં કાનુની જંગના મંડાણ

પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ અને પોલીસ વચ્ચે ઉભી થયેલી ધર્ષણની પરિસ્થિતિમાં બન્ને પક્ષો એકબીજાને મહાન આપવા જરાપણ પીછેહટ કરવા તૈયાર નથી. એક તરફ પોલીસ કમિશ્નરના બચાવ માટે મમતા બેનર્જી મેદાનમાં ઉતરી ગયા છે તો બીજી તરફ સીબીઆઇ અધિકારીઓ આ મામલે પોતે જ કાયદાના સકંજામાં ન આવી જાય તે માટે મમતા બેનર્જીની છાવણી સામે કાયદાકીય જંગમાં ઉતરી પડયાં છે.

શારદા ચીટફંડ કૌભાંડમાં પશ્ચિમ બંગાળના પોલીસ કમિશ્નરની ધરપકડ કરવા ગયેલી સીબીઆઇના આઠ અધિકારીઓની અટકાયત કરીને પોલીસ કમીશ્નર રાજીવ કુમારને બચાવી લેવા માટે આરંભાયેલા કાનુની યુઘ્ધમાં હવે સીબીઆઇ પોતાનો કેસ મજબુત કરવા માટે બચાવની સ્થિતિમાં આવી ગઇ છે.અદાલતમાં બેફુટ પર મુકી દીધા હતા. મમતા બેનર્જી અને સીબીઆઇના આ જંગમાં અધિકારીઓ અત્યારે કપરી પરીસ્થીતીમાં મુકાય ગયા છે.

મમતા અને સીબીઆઇના ધષર્ણમાં વિપક્ષ અને કેન્દ્ર આમને સામને

સસંદના બન્ને ગૃહમાં સોમવારના આખો દિવસ સરકાર પર પસ્તાળ પાળી હતી પશ્ચિમ બંગળામાં સીબીઆઇનો દુર ઉપયોગ સામે મુખ્યમંત્રી મમતા બેનર્જી કલકલતા પોલીસ કમિશ્નરની ધરપકડ ની તજવીજ ને લોકશાહીની હત્યા ગણાવી સરકારને આડે હાથે લીધી હતી. વિપક્ષમાં ગૃહમાં સરકાર સામે છેડ સુધી લડી લેવાનો મોરચો ખોલી ચુકી છે.

જાન્યુઆરી પછી દેશના તમામ વિપક્ષીની મહાસભામાં થયેલા સંગઠનના શકિત પ્રદર્શનની કોકલતાની રાજકીય કવાયતને તુષમૃળ કોંગ્રેસે બીજ બીજી વખત કવાયત હાથ ધરતા સરકારે તેની સામે કાયદાનો દુરુપયોગ અને સીબીઆઇ ને રાજકીય હથિયાર તરીકે વાપરવાનો આક્ષેપ કર્યો છે.

પીએમસીના સંસદોને બીજેડી  ઓરીસ્સા ના પ્રમુખ વિનુ પટનાયક સહીતના તમામ નેતાએ ટેકો આપી દીધો છે. ત્યારે વડાપ્રધાન મોદી અમીત શાહ અને ભાજપને માત આપવા તમામ વિપક્ષો પશ્ચિમ બંગાળની ભુમીને રાજકીય રણભુમીનું રુપ આપી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.