Abtak Media Google News

રેગ્યુલેશન એકટને હજુ કાનુની પડકારોમાંથી પસાર થવાનું છે માટે વિલંબ થશે: પ્રકાશ કાપડિયા

સ્કૂલમાં થતા ફી વધારાને નિયંત્રિત કરવા ગુજરાત હાઈકોર્ટે ફી રેગ્યુલેશન એકટ લાગુ કર્યો હતો. પરંતુ ગુજરાતની જનતાને વર્ષ ૨૦૧૮ના શૈક્ષણિક સત્ર પહેલા તેનાથી ખાસ રાહત થશે નહીં. જોકે નવું શૈક્ષણિક સત્ર ઉનાળાના વેકેશન બાદ દર વર્ષે શ‚ કરવામાં આવે છે તો નિષ્ણાંતોનું કહેવું છે કે હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટ દ્વારા બદલવામાં આવી શકે છે. જોકે ઝોનલ ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસી સ્ટ્રકચરની પ્રક્રિયાની અમલવારી થતા હજુ ઓછામાં ઓછા ૬ મહિના થઈ શકે છે. ઉદગમ સ્કૂલના ટ્રસ્ટી મનન ચોકસીએ જણાવ્યું હતું કે, જો સ્કૂલો એફઆરસી લાગુ કરે તો તેમણે હાઈકોર્ટના જજોને અપીલ કરવી પડશે. જો સ્કૂલોને તેનાથી પણ સંતોષ ન થાય તો તે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટનો સહારો લઈ શકે છે. માટે આ પ્રક્રિયા ૬ મહિનાથી વધુ સમય સુધી ચાલશે.

મતલબ નવું ફિ સ્ટ્રકચર વર્ષ ૨૦૧૮ના શૈક્ષણિક સત્ર બાદ જ શ‚ થશે. ત્યારે જાગેગા ગુજરાત વાલી મંડળના પ્રેસિડેન્ટ પ્રકાશ કાપડિયા જણાવે છે કે વાલીઓને કયારે રાહત થશે તેનો સમય કહી શકાય તેમ નથી. કારણકે આ મુદાને હજુ ઘણી લીગલ પ્રોસીજરથી ભીડવાનું બાકી છે માટે હજુ થોડો સમય તો વાલીઓને ખેંચતાણ થશે જ પરંતુ ભવિષ્યમાં તેમને રાહત થાય માટે સ્કુલો કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.