સરકારી કોલેજ બાબરાનું ગૌરવ વધારી બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ

બાબરા, અપ્પું જોશી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યુનિવર્સિટીનો ૫૭ મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બાબરામાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. બાબરાની સરકારી કોલેજમાં સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતાં અગ્રાવત દિવ્યાંગ રામદાસભાઈએ કોલેજના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક ડૉ. નિરવ આર. ઠાકર તેમજ ડૉ. રાધિકા એમ. વ્યાસના માર્ગદર્શનમાં અધ્યયન કરી “ગોલ્ડ મેડલ” પ્રાપ્ત કરેલ છે.

તેમજ અહી કોલેજના સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરતી રોજાસરા કાજલ હિંમતભાઈ એ સંસ્કૃત વિશેના પ્રાધ્યાપક ડૉ. હાર્દિક જી. જોશીના માર્ગદર્શન નીચે સંપૂર્ણ યુનિવર્સિટી કક્ષાએ પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરી વિશેષ પારિતોષિક મેળવી સમસ્ત કોલેજનું, બાબરા પ્રાંતનું તેમજ યુનિવર્સિટીનું ગૌરવ વધારેલ છે.