Abtak Media Google News

રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને શાસક પક્ષ તેમ વિરોધ પક્ષ સહિત અન્ય પક્ષો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વિટથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે તેવું લાગી રહ્યું છે. ભાજપે જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં રેલીઓનું આયોજન કર્યું છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યસ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં ભાજપને જીતવા માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને ફરીથી સીએમના ઉમેદવાર બનાવવા જોઇએ. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે પૂર્વ સીએમ આનંદીબેનની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. મને લાગે છે કે ભાજપને વિધાનસભામાં જીત સરળતાથી મળી જાય તે માટે સીએમના ઉમેદવાર બનાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે હજી સુધી ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેવામાં ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદનના કારણે રાજકીય ગરમાવો આવી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.