Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ભાજપ દ્વારા સંકલન બેઠક યોજાઇ : માહિતી આપતા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા

રાજકોટ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા ભાજપ દ્વારા સામાન્ય સભામાં જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાની અધ્યક્ષતામાં તથા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખ ભાઈ રામાણી,  મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર તથા જીલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા દ્વારા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિતે આગામી કાર્યક્રમોની માહિતી અપાઈ હતી.

મનસુખભાઈ ખાચરીયાએ આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસાર સમગ્ર રાજ્યના દરેક જીલ્લા તથા તાલુકા કક્ષાએ માન. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, માસ્ક-સેનિટાઈઝર વિતરણ, રક્તદાન કેમ્પ સહિત વિવિધ સેવાકીય કાર્યો કરવા ઉપરાંત તાઉતે વાવાઝોડામાં તાલુકા-શહેરના કાર્યકર્તાઓએ વાવાઝોડા અંતર્ગત રાશનકીટ સહિતના વિવિધ સેવાકીય કર્યો કરવા.

Bj 2

૫ જૂનના વિશ્ર્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે વૃક્ષનું જતન કરવું, વૃક્ષારોપણ કરવું સહિતના કાર્યો અને વ્યવસ્થા ગોઠવવી. આ બેઠકમાં જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખ ભાઈ રામાણી, મનીષ ભાઈ ચાંગેલાએ હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીમાં જિલ્લા ભરના સનિષ્ઠ કાર્યકર્તાઓએ કરેલ વંદનીય સેવાકીય કાર્યો તથા દાતાઓએ છુટા હાથે કરેલ દાન તેમજ અલગ-અલગ સંસ્થાઓએ કરેલી સરાહનીય કામગીરીને બિરદાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.