• બધા જ સંગીતકારો સાથે ગીતો ગાયને 1960 થી 1970 ના દશકામાં ખુબ જ લોકપ્રિયતા મેળવી,લત્તાજીના એક ચક્રીય સમય ગાળામાં પણ તેમણે 857 હિન્દી ફિલ્મી ગીતોમાં 140 શ્રેષ્ઠ યુગલ ગીતો ગાયા હતા, મોહંમદ રફી સાથે સૌથી વધુ યુગલ ગીતો ગાયા
  • ગુજરાતી ફિલ્મ ‘લાખો ફુલાણી’નું ‘મણિયારો તે હાલુ હાલુ’ અને ‘જેસલ તોરલ’ ફિલ્મનું ગીત ‘જેસલ કરી લે વિચાર’ આજે પણ ગુજરાતીઓ યાદ કરે છે: 2023 માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ અપાયો હતો

આ યુગમાં લત્તાજી જેવો જ અવાજ ધરાવતા ઘણી ગાયિકા ફિલ્મ ક્ષેત્રે આવી, સુંદર ગીતો પણ ગાયા પણ તેમને જોઇએ તેવી પ્રસિઘ્ધી ન મળી, આ સમયમાં ગાવામાં લત્તાજી જેવો જ સુંદર અવાજ ધરાવતા સુમન કલ્યાણપુરે જુના ફિલ્મોમાં સુંદર ગીતો ફિલ્મ જગતને આપ્યા, જો કે મુખ્યત્વે સંગીતકારો લત્તાજીને વધુ પસંદ કરતાં હતા.

સુમન કલ્યાણપુરનો જન્મ 28 જાન્યુઆરી 1937માં કર્ણાટકમાં થયો હતો. તે ખુબ જ પ્રતિભાશાળી ગાયિકા હતા. લોકોનું પણ માનવું છે કે જેટલું તેનું કદ, સ્થિતિ મળવી જોઇ તેટલી ન મળી, આમ પણ લત્તાજીના યુગમાં લેડી સીંગરોમાં સુધા મલ્હોત્રા, વાણી જયરામ, ઘણા નામ આવીને ચાલ્યા ગયા હતા.

Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood
Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood

સુમન કલ્યાણપુરનો અવાજ ખુબ જ સુંદર અને મીઠો હતો. તેમની ફિલ્મ ગાયિકાની કેરીયર 1954માં શરૂ થઇ હતી. બાદ 1960 થી 70 દશકામાં તેમણે ઘણા સુંદર ગીતો આપ્યા, તેમણે હિન્દી, મરાઠી, આસામી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, ઉડીયા, પંજાબી અને ગુજરાતી ભાષાના સુંદર ગીતો ગાયા હતા. તેના સમયમાં તેમના સ્વરના દિવાના હતા. તેમણે રફી, મુકેશ, મન્નાડે, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, હેમંતકુમાર, તલત મહેમુદ જેવા ગાયકો અને ખુદ લત્તાજી સાથે તેમજ આશાજી ગીતા દત્ત જેવી ગાયિકા સાથે સોલો અને શ્રેષ્ઠ ડયુએટગીતો ગાયા હતા. તેમણે કુલ 857 ફિલ્મી ગીતો ગાયા હતા. શમશાહ બેગમ સાથેના તેમના ડયુટ સોંગ સુપર હીટ રહ્યા હતા.

પ્રારંભે તેમની મૂળ અટક હેમ મડી હતી. તેમનો જન્મ ઢાકા, બાંગ્લાદેશમાં થયો હતો. તેમના પિતા શંકર હેમમડી બ્રાહ્મણ પરિવાર હતો. મેંગલોર, કર્ણાટકમાં રહેવા લાગ્યા. તેમના પિતા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઉચ્ચપદ સાથે લાંબો સમય ઢાકા, બાંગ્લાદેશમાં નોકરી કરી, માતા સીતાદેવીને તેમની પાંચ પુત્રીને એક ભાઇ હતો. સુમન કલ્યાણપુર સૌથી મોટા હતા. 1943માં આ પરિવાર મુંબઇ આવ્યો. જયાં સુમનજીએ સંગીતનું પઘ્ધતિસરનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પેઇન્ટીંગ અને સંગીતમાં વધુ રસ લેતા હતા. શાસ્ત્રીય ગાયનની ઉચ્ચ પદવી મેળવી હતી.

  • એચ.એમ.વી. એ પ0 લવ સોંગની કેસેટ બહાર પાડી જેમાં સૌથી વધુ 7 ગીતો સુમન કલ્યાણપૂરના હતા પણ કેસેટમાં બધા ગાયકોના ફોટામાં કયાંય તેનો ફોટો ન હતો
  • લત્તાજીના ચમકતા ગાયકીના યુગમા તેમની બહેનો આશા, ઉષા અને મીનાને ફિલ્મી સંગીતકારો વધુ તક આપતા હતા : લત્તા- આશા બન્ને બહેનોએ ગાયક ક્ષેત્રે પ્રગતિ કરી પણ ઉષા મંગેશકર અને મીનાજીએ ઓછી પ્રગતિ કરી જો કે, તેમણે પણ સુંદર ગીતો ગાયા હતા
Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood
Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood

1952માં ઓલ ઇન્ડિયા રેડિયો પ્રથમ ગીત ગાયુ જેના શબ્દો હતા. ‘નહીં નહીં કહ શકતા થા’ બાદમાં 1953માં મરાઠી ફિલ્મ ‘શુકાંચી ચાંદની’માં ગીતો ગાવાનો મોકો મળ્યો. આજ સમયે શેખ મુખ્તાર ફિલ્મ ‘મંગુ’ બનાવી રહ્યા હતા. ફિલ્મના સંગીતકાર મોહંમદ રફી મરાઠી ફિલ્મનાં સુમનજીના ગીતોથી પ્રભાવિત હતા. તેથી તેમણે ‘મંગુ’ ફિલ્મમાં ત્રણ ગીતો ગાવાનો મોકો આપ્યો, પરંતુ મૂળ સંગીતકારને સ્થાને શેખ મુખ્યારે ઓ.પી. નૈયર ને લેતા તેમણે એક જ ગીત રાખ્યું હતું.

‘મંગુ’ ફિલ્મ પછી 1954માં ‘દરવાજા’ ફિલ્મમાં સંગીતકાર નૌશાદ સાથે પાંચ ગીતો ગાયા હતા. આ ફિલ્મ તેની પ્રથમ ગણાય છે, આજ વર્ષે ગુરૂદત્તની ‘આરપાર’ ફિલ્મમાં રફી-ગીતા દત્ત સાથે ઓ.પી. નૈયરના હિટ સંગીતમાં ‘મ્હોબ્બત કરલો જી ભર કે અજી કીસને રોકા હે’ આ ગીતમાં સુમનજીની એક લાઇન કોરસ તરીકે આવે છે. 1954માં ‘દરાજ’ ફિલ્મમાં તલત મહેમુદ સાથે યુગલ ગીત ગાવાની તક મળી, સંગીતકારો ગાયકો સુમનજીને સંગીત સમારોહમાં સાંભળતા પ્રભાવિત થયા હતા. તલત મહેમુદ સાથે ગીત ગાયને સુમન કલ્યાણપૂરનો સિતારો ચમકી ગયો. તેમણે 140થી વધુ શ્રેષ્ઠ યુગલ ગીતો ગાયા છે.

Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood
Suman Kalyanpur: An unforgettable melodious voice of Bollywood

સુમન કલ્યાણપૂરે ફિલ્મોમાં મંગી (1954), મિયાબીવી રાજી (1960), બાત એક રાત કી (1962), દિલ એક મંદિર (1963), તેજ વર્ષે દિલ હી તો હે, શગુન (1964), જહાં આરા (1964), સાંજ ઔર સવેરા (1964), નૂરજર્હા (1967), સાથી (1968), પાકિઝા (1971), જેવી હિટ ફિલ્મોમાં ગીતો ગાયા, તેમણે શંકર જયકિશન, રોશન, મદન મોહન, એન.દત્તા, એસ.ડી. બર્મન, હેમંત કુમાર, ચિત્રયુપ્ત, નૌશાદ, ગુલામ મોહમ્મદ, એસ.એન. ત્રિપાઠી, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે શ્રેષ્ઠ, સમુધુર ગીતો ગાયા હતા. સતત બે દશકા સુધી તેમની ફિલ્મી સફર લત્તાજીના યુુગમાં પણ શ્રેષ્ઠ રહી હતી.

તેમના સુંદર યુગલ ગીતોમાં ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ના ના કરતે પ્યાર તુમીસે’, ‘રહે ન રહે હમ’, ‘પરબતો કે પેંડ પર શામકા બસેરા’, તુમને પુકાર ઔર હમ ચલે આયે જેવા શ્રેષ્ઠ ગીતો આજે પણ જાુના ગીતોનો ચાહક વર્ગ યાદ કરે છે. તેમનાં શાસ્ત્રીય ગીતોમાં ‘મન મોહન મને યે હો તુમ’, ‘મેરે સંગ ગા ગુનગુના’, અને  ‘ગિર ગઇ રે મોરે માથે કી બિંદીયા’ જેવા શિરમોર ગીતો હતા. લત્તાજી સાથે તેમનો અવાજ ઘણો જ મળતો આવતો હતો. 1950 થી 1960 ના દાયકા લત્તા-આશાના યુગમાં તેમણે ઘણું બધુ સહન કરવુ પડયું હતું. રફીજી સાથે તેમણે 140 થી વધુ યુગલ ગીતો ગાયા છે. 1958માં તેમણે રામાનંદ કલ્યાણપુર સાથે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી ચારૂલ જે લગ્ન બાદ અમેરિકામાં સેટલ થઇ ગઇ છે. તે જયારે ભારત આવી ત્યારે માતા સુમનજીના નામથી એન.જી.ઓ. શરુ કરી હતી.

સુમન કલ્યાણપૂરને શ્રેષ્ઠ શાસ્ત્રીય ગીત માટે ત્રણ વાર જાણીતો સુર શ્રૃંગાર સન્માન એવોર્ડ મળ્યો હતો. 2009માં લત્તાજીનો એવોર્ડ જેવા અનેક સન્માનો તેમને સુંદર ગીતો માટે મળ્યા હતા.   ‘નુર મહલ’  ફિલ્મમાં તેમણે ગાયેલ ‘મેરે મહેબુબ ના જા આજ કી રાત ન જા’ ખુબ જ લોકપ્રિય થયું હતું. એ સમયમાં આ ગીતને ખુબ જ પ્રસિઘ્ધી મળી હતી. ‘બહેનાને ભાઇ કી કલાઇ’ રેશમ કી ડોરી ફિલ્મનું ગીત આજે પણ રક્ષાબંધન પર્વે અચુક સાંભળવા મળે છે.1975માં તેમને ફિલ્મ ‘રેશ્મ કી ડોરી’ ના ભાઇ-બેનના પ્રતિક સમા ગીતને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. બ્રહ્માચારી ફિલ્મના ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાનયે’ તેનું સૌથી પ્રસિઘ્ધ ગીત છે. બધા જ એમ માને કે આ ગીત લત્તાજીએ ગાયેલું છ. તેમનો અવાજ લત્તાજી સાથે ખુબ મળતો હોવાથી સંગીત રસીકો આવી ભૂલ કરતા હતા.

શ્રેષ્ઠ ફિલ્મી ગીતો

  • યે મોસમ રંગીન શમા. મોર્ડન ગર્લ
  • ના તુમ હમે જાનો.. બાત એક રાત કી
  • દિલ ગમસે જલ રહા હૈ. બાત એક રાત કી
  • બુજા દિયા હૈ.. શગુન
  • મેરે મહેબુબ ના જા.. નુરમહેલ
  • જિંદગી ઇમ્તિહાન લેતી હૈ.  નસીબ
  • બેહનાને ભાઇ કી કલાઇ પે. રેશમ કી ડોરી
  • તુમને પુકારા ઐાર હમ ચલે આયે.. રાજકુમાર
  • અગર તેરા જલ્વા નુમાઇ ન હોતા.. બેટી બેટે

સુમનજીના શ્રેષ્ઠ ગુજરાતી ગીતો

  • પાણી ગ્યાતારે અમે તલાવડે રે.. ભાદર તારા વહેતા પાણી
  • મણિયારો તે હાલુ હાલુ.. લાખો ફુલાણી
  • થોભી જા થોભી જા. જેસલ તોરલ
  • જેસલ કરી લે વિચાર.. જેસલ તોરલ
  • અને…નૈને ને નયન મળે જયા, સોળે શણગાર સજી,
  • આજે મારે સોનાનો સુરજ જેવા શ્રેષ્ઠ મીઠડા ગુજરાતી ગીતો ગાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.