Abtak Media Google News

મહેંદી, દાંડીયારાસ, પાર્લર, ચોકલેટ બેકરી, ડ્રોઇંગ, જેવા વિવિધ વર્ગો યોજાશે ભાગ લેનાર તમામને રીટર્ન ગિફટ અપાશે: આગેવાન બહેનો ‘અબતક’ના આંગણે

મહીલા સેવા સમીતી પટેલવાડી વાણીયાવાડી રાજકોટ દ્વારા સર્વ જ્ઞાતિના બાળકો તથા બહેનો માટે સમર ટ્રેનીંગ કલાકસનું તા. ર૧ થી ૩૦ દરમયાન વિવિધ તાલીમનું આયોજન કરાયું છે. દાંડીયા રાસ, પાર્લર મેકઅપ, હેર સ્ટાઇલ, મહેંદી, ચોકલેટ, બેકરી, ડાન્સ,સ્ટીલવર્ક, ડ્રોઇંગ, કરાટે, રીયલ ફલાવર્સ, કુકીંગ, પેઇન્ટીંગ, નીટીગ જેવી પ્રવૃતિની તાલીમ આપવામાં આવશે.તાલીમાર્થીઓને દરેક કલાસની ફી ૧૦૦ રૂ છે. કેમ્પના છેલ્લા દિવસે રીટર્ન ગીફટ આપવામાં આવશે. કલાસ દરમ્યાન પણ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે જેથી સર્વેને લાભ લેવા જણાવાયું છે.

Advertisement

સમર કેમ્પ પટેલવાડી, વાણીયાવાડી ૧-૧૦ દયાનંદનગર રાજકોટ ખાતે  યોજાનાર છે.મહિલા સેવા સમીતી પાંચ વર્ષથી આ સમર કલાસનું આયોજન કરે છે. આ વર્ષે ૧ર જેટલા કલાસનું આયોજન કરાયું છે. જે બહેનો આવે છે કે ખુબ જ સારી રીતે તાલીમ બઘ્ધ થાય છે. બધા જ્ઞાતિના બહેનો બાળકો કેમ્પનો લાભ લે છે. અને પોતે જાતે શીખી ને ઘરે બેઠા રોજગારી મેળવે છે. આ સમર કલાસમાં ટ્રસ્ટ તરફથી ઘણો સપોટ મળે છે.

આ આયોજનમાં ૧૩ બહેનોની કમીટી દક્ષાબેન સગપરીયા, મીનાબેન પરસાણા, જયશ્રીબેન અકબરી, રશ્મીબેન વરસાણી, કૈલાસબેન માયાણી, ઉષાબેન અણદાણી, દિપ્તીબેન સંધાણી, નીતાબેન મારકણા, શોભનાબેન ધવા, જયશ્રીબેન લીલા મંજુલાબેન ચોવટીયા,મજુલાબેન સગપરીયા, અને શોભનાબેન સોરઠીયા આ બધા બહેનો સારી એવી જહેમત ઉઠાવે છે કેમ્પને સફળ બનાવવા કમીટી મેમ્બર્સે ‘અબતક’નુ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.