Abtak Media Google News
  • બાલભવન ખાતે નિષ્ણાંતોના માર્ગદર્શન તળે બે હજાર બાળકો વિવિધ કલા શીખી રહ્યા છે: ટીવી ન્યુઝ એન્કર તાલિમ સાથે વેજ્ઞાનિક રમકડાં વિશે નાના બાળકો તાલીમ લે છે

છેલ્લા સાડા છ  દાયકાથી બાળકોનાં   સર્વાંગી વિકાસ માટે કાર્યરત બાલભવન દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને  બાળકોમાં રહેલી છુપી  કલાને નિષ્ણાંતોના માર્ગદર્શન વડે પ્રોત્સાહિત કરીને તેના વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિ પ્રોજેકટ અને વર્કશોપ યોજી રહ્યા છે.

ઉનાળુ વેકેશન દરમ્યાન  બાળકો માટે  વિવિધ 24 વિષયોના ચિલ્ડ્રન વર્કશોપમાં ચિત્ર-સંગીત, કરાટે, રંગપૂરણી, બાળગીતો, અભિનય કલા, વૈજ્ઞાનિક્ રમકડાં, ઓરેગામી, નેઈલઆર્ટ કોલોઝ પેઈન્ટીંગ, ટીવી ન્યુઝ એન્કર તાલીમ જેવા વિવિધ વર્ગોની બાળકોને તાલીમ અપાઈરહી છે. જેમા બે હજારથી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે.  તાલિમ સમાપને બધા ભાગ લેનારને પ્રમાણપત્રો આપીને સન્માનીત કરાશે.

સવાર-સાંજ બાળકોના ફ્રિ સમયે  યોજાતા આ વર્ગોમાં ડો. અલ્પનાબેન (હેલીબેન) ત્રિવેદીના માર્ગદર્શન તળે સુપ્રિટેન્ડન્ટ કિરીટ વ્યાસની રાહબરીમાં આયોજન સમિતિ કાર્ય સંભાળી રહ્યા છે. નિષ્ણાંત તજજ્ઞોમાં વલ્લભભાઈ પરમાર, જયોતિબેન ચૌહાણ, અમિત જોશી, માલાબેન મહેતા, નિર્લોક પરમાર, આનંદ ગૌસ્વામી, શૈલી મહેતા, સફણીઝાબેન, મિનાબેન સિધ્ધપુરા અને ધર્મેશ પંડયા પોતાની સેવા આપી રહ્યા છે.

ચિલ્ડ્રન વર્કશોપમાં બાળકો ઉત્સાહ ઉમંગ ભેર જોડાઈને પોતાના રસ-રૂચી વલણો આધારીત નવી નવી વસ્તુઓ શીખી રહ્યા છે. બાળકોમાં આખા વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો ોજાતા હોવાથી સભ્ય પદ મેળવી લેવા બાલભવને વાલીને અનુરોધ કર્યો છે.

બાળકોને તેની વિવિધ કલા ક્ષેત્રે માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરાય છે: અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન)

બાલભવન દ્વારા નાના બાળકોમાં પડેલી વિવિધ કલાને પ્રોત્સાહિત કરીને તેને સ્ટેજ પુરૂ પાડવામા આવે છે. અમારા બાળકો  રાજય રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે નામ રોશન કરેલ છે, અને બાલશ્રી એવોર્ડ મેળવેલ છે તેમ હેલીબેન ત્રિવેદીએ અબતકની વાતચિતમાં જણાવ્યું હતુ. સમગ્ર વર્ષ દરમ્યાન અમારા કેલેન્ડર મુજબ બાળકોનાં કાર્યક્રમનું આયોજન કરાય છે. આઉટ  ડોર ગેઈમમાં ક્રિકેટ અને સ્કેટીંગમાં આજના બાળકો ખૂબજ હોંશથી ભાગ લઈ રહ્યા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.