Abtak Media Google News

સૂરજના બહારના વિસ્તારમાં થતા ફેરફારો ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે

સૂરજ ઉપરના મેગ્નેટીક ક્ષેત્ર અંગેની પૂર્વ માન્યતા કરતા તે ૧૦ ગણુ વધુ શકિતશાળી હોવાની શોધ વૈજ્ઞાનિકોએ કરી છે. જેમાં સામે આવ્યું કે સૂર્યના પ્રભામંડળનો વિસ્તારનો વિસ્તાર ૧૪,૦૦,૦૦૦ લાખ કિલોમીટર સુધી ફેલાયેલ સ્તરથી લાખો કિ.મી. ઉપર સૂધી નોંધાઈ છે. જે પૃથ્વીની સરખામણીએ ૧૦૯ ગણુ વિશાળ છે. તે પૃથ્વીથી ૧૫,૦૦,૦૦,૦૦૦ કિમીની દૂરી ઉપર આવેલ છે.

Advertisement

સૂર્યની બહારના વાતાવરણમાં જે કંઈ પણ ફેરફારો થાય છે. તે ચૂંબકીય ક્ષેત્રથી પ્રભાવીત હોય છે. પરંતુ તેના વિશે આપણી પાસે ખૂબજ ઓછી માહિતી છે. સૂરજના વિસ્તારમાં ખૂબજ શકિતશાળી ચમક સ્વરૂપ પ્રગટ થાય છે. જયારે મેગ્નેટીક એટલે કે ચુંબકીય ઉર્જા સૂર્યમાં પ્રવેશે ત્યારે સૂર્યનીતે ચમક ઉત્પન્ન થાય છે. કેનેરી આઈલેન્ડમાં લા પલ્માએ સ્વીડનના વન-એમ સોલાર ટેલીસ્કોપની મદદથી જાણ્યું કે કેવી રીતે સૂર્યની ચમક અને તેનો ચુંબકીય ક્ષેત્ર પ્રક્રિયા કરે છે.

સૌ પ્રથમ વખત સૂરતના મેગ્નેટીક ફીલ્ડની માંપણી કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. એમઆરઆઈ સ્કેનરમાં આવતા ચુંબકીય પદાર્થની સરખામણીએ સૂર્ય ઉપરનું મેગ્નેટીક ફીલ્ડ ૧૦૦ ગણુ વધુ શકિતશાળી છે.

સૂર્યની ૨૦ હજાર કિમી દૂર આવેલ સોલાર પ્લાઝમાંની પણ અસર સૂર્યની કિરણો ઉપર પડતી હોય છે. જો આ સોલાર ફલેર્સ પૃથ્વી સાથે ટકરાય તો તમામ કમ્યુનિકેશન સેટેલાઈટ અને જીપીએસ સિસ્ટમો ઠપ્પ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.