Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે રાજકોટમાં શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ. પૌષધશાળાનો નૂતનીકરણ દ્વાર ઉદ્દઘાટન અવસર ભવ્યતાથી સંપન્ન થયો: ૭૫ સંત-સતીજી અને હજારો ભાવિકોની ઉપસ્થિતિ

આગામી વર્ષાકાળ વ્યતીત કરવા અર્થે રાજકોટની ધરાને ધન્ય અને પાવન કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ. પૌષધશાળાના નૂતનીકરણ દ્વાર ઉદ્દઘાટનનો અવસર હજારો ભાવિકોની ઉપસ્થિતિ ભક્તિ-ઉલ્લાસ સાથે ભવ્યતાી સંપન્ન થયો હતો.

Advertisement

ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. આદિ ૬ સંતો તેમજ જશ-ઉત્તમ-પ્રાણ પરિવારના સાધ્વીરત્નાઓની સાથે ગોંડલ સંઘાણી તેમજ શ્રમણ સંઘીય પૂજ્ય અમિતજ્યોતિજી મ. આદિ ૭૫ થી વધારે સાધ્વીવૃંદ તેમજ રાજકોટના સંઘ શ્રેષ્ઠિવર્યો અને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં વહેલી સવારના ૬ કલાકે સંત-સતીજીના સ્વાગત વધામણા કરતી ભવ્ય શોભાયાત્રા માનસરોવર એપાર્ટમેન્ટી વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવી હતી.

દાનવીર શ્રેષ્ઠીવર્ય વૈયાવચ્ચરત્ન ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠની ઉપસ્થિતિમાં રજવાડી ઠાટ સાથેની આ શોભાયાત્રા સર્વત્ર દિવ્યતાનું પ્રસારણ કરતી રોયલપાર્ક સ્થા. જૈન સંઘ પહોંચી હતી. જ્યાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના નાભિના નાદી પ્રગટતાં ઉવસગ્ગહરં સ્તોત્રના ગુંજારવ, આદ્ય ગુરુવર્યોના જયકાર અને નમસ્કાર મંત્રના પઠન સાથે હસ્તિરત્ન અંબાડી પર બિરાજમાન એલાં ચંદ્રકાંતભાઈ શેઠના હસ્તે સંઘના નૂતનીકરણ દ્વારનું અનાવરણ કરવામાં આવ્યું હતું તથા સમગ્ર શેઠ પરિવારે લાભ લીધો હતો.

2 58સંઘના દ્વાર ઉદ્દઘાટન અને ૨૧ દિવસીય આગમ વાંચના પ્રારંભના આ બે મંગલમય અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ બ્રહ્મનાદે લયબદ્ધ સ્વરૂપે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ જપ સાધના કરાવ્યાં બાદ દરેક સંત-સતીજીઓ અને ઉપસ્થિત ભાવિકોએ એક લયમાં આગમગાાનું પઠન કરતાં અનેરા દ્રશ્યનું સર્જન થયું હતું.

આ અવસરે ઉપકારી ગુરુદેવ તપસમ્રાટ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબને સ્મૃતિ પટ પર લાવીને રાષ્ટ્રસંત પૂજ્યએ શ્રી સંઘને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, મોટા ભાગના સર્જન પામતાં ઉપાશ્રયોમાં ઉપાસકોની અછતના કારણે જ્યાં તાળા, બાવા-જાળા અને માત્ર કાગડાઓ દેખાતાં હોય એવા સમયે  સી.એમ. પૌષધશાળાને ભાવિમાં ન કદી તાળા લાગે, ન કદી બાવા-જાળા થાય કેમકે પરમાત્માનો દરબાર કદી ખાલી ન હો., હંમેશા ભર્યો-ભર્યો રહેતો હોય છે.

પરમાત્માના આ ધર્મક્ષેત્રમાં માત્ર નામ માટે આવનારા લોકોના ચહેરા કદીક ચડેલાં તો કદિક ઉતરેલાં દેખાતાં હોય છે પરંતુ પરમાત્માના કામ માટે આવનારા લોકોના ચહેરા હંમેશા ખીલેલાં જ દેખાતાં હોય છે. ધર્મક્ષેત્ર તે મૂરઝાએલી આત્મદશાને ખીલવવા માટેનું સ્થાન હોય છે.

3 39આ અવસરે પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબે ૧૯૯૭ના સામુહિક ચાતુર્માસને સ્મૃતિ પટ પર લાવીને આગામી ૨૦૧૮ ના ૭૫ સંત-સતીજીઓના સામુહિક ચાતુર્માસને દીપાવવાની વાત કરતાં હર્ષનાદ છવાયો હતો.

ડો. પૂજ્ય આરતીબાઈ મ. એ પણ રામ વિનાની અયોધ્યાના દ્રષ્ટાંત દ્વારા તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ વિનાના ચાતુર્માસની વાત કરીને ગુરુની અનુપસ્થિતિનો ખેદ વ્યક્ત કરવા સાથે સમગ્ર રાજકોટના ભાવિકોને આગામી ચાતુર્માસ દરમ્યાન સ્વયંની વિચારધારાનો ત્યાગ કરીને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવની કલ્યાણકારી વિચારધારાનો સ્વીકાર કરી લેવાનો ભાવભર્યો અનુરોધ કર્યો હતો.

આ અવસરે સમગ્ર રાજકોટના સ્થા. જૈન સંઘના પ્રતિનિધિઓ, અનેક મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન તેમજ વિવિધ મિશનના સભ્યોની સાથે રાજકોટ નગરના મેયર સાહેબા બીનાબેન આચાર્ય, ઉદયભાઈ, અજયભાઈ પરમાર, જયવંતભાઈ તેમજ દર્શિતાબેન જેવી રાજકિય હસ્તિઓ પણ વિશેષ ભાવો સો ઉપસ્તિ રહ્યાં હતાં. પરાગભાઈ શાહ, ઈશ્વરભાઈ દોશી, નટુભાઈ શેઠ, પ્રવીણભાઈ પારેખ તેમજ મયુરભાઈ શાહના હસ્તે તેમજ મહિલા મંડળના સભ્યોના હસ્તે તે દરેક રાજકિય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

એની સાથે જ, સંત-સતીજીઓ પ્રત્યેની વૈયાવચ્ચની ઉમદા ભાવના, શાસન સેવા તેમજ દાન-ધર્મની ઉદારભાવના ધરાવતાં વૈયાવચ્ચરત્ન શ્રી ચંદ્રકાંતભાઈ શેઠનું દ્વાર ઉદ્દઘાટનના સ્મૃતિ પ્રતિક સ્વરૂપ અદ્દભૂત ફ્રેમ દ્વારા બીનાબેન આચાર્ય, પરાગભાઈ શાહ, ઈશ્વરભાઈ તેમજ પ્રવીણભાઈ કોઠારીના હસ્તે સન્માન કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો. ઉપસ્થિતિ સર્વ ભાવિકો માટે આયોજિત નૌકારશીના દાતા હરકિશનભાઈ માણેક કામદાર પરિવારનું સન્માન બીનાબેન આચાર્ય અને દર્શિતાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદયભાઈ કાનગડ દ્વારા આગામી ચાતુર્માસ પ્રવેશના અવસરે સર્વ માટે નૌકારશીનો લાભ લઈ અનુદાન અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.