Abtak Media Google News

વડોદરા મહાનગર સેવા સદનના મેયર પદે ડો. જીગીશાબહેન શેઠ, ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણ અને સ્થાયી સમિતીના અધ્યક્ષ પદે સતીષ પટેલની વરણી કરવામાં આવી છે. સાંજે 5 કલાકે કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

અઢી વર્ષ સ્થાયી સમિતીના ચેરમેન તરીકે સફળ કામગીરી કરનાર ડો. જીગીશાબહેન શેઠની ભાજપા દ્વારા પસંદગી ઉતારવામાં આવી હતી. ડો. જીગીશાબહેન શેઠની મેયર તરીકે અને ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણની પસંદગી થતાં, વર્તમાન મેયર ભરત ડાંગર અને ડે. મેયર યોગેશ પટેલ (મુક્તિ) તેઓને વિધીવત ચાર્જ સુપ્રત કર્યો હતો.

મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થયા બાદ સાથી કાઉન્સિલરો, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પક્ષના શુભેચ્છક કાર્યકરોએ તેમજ વિરોધ પક્ષના કાઉન્સિલરોએ પણ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેઓનું મોં મીઠુ કરાવ્યું હતું.

નવ નિયુક્ત મેયર ડો. જીગીશાબહેન શેઠે પત્રકારોને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર તેમજ અધિકારીઓ દ્વારા વડોદરાના વિકાસની જે કૂચ ચાલુ રાખી છે. તે ચાલુજ રહેશે. વડોદરાના લોકોને પ્રાથમિક તમામ સુવિધાઓ જે રીતે મળી રહે છે. તે સુવિધાઓ વધુ ઝડપથી મળી રહે તેવા મારા પ્રયત્નો રહેશે. મારા કાઉન્સિલરોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તેવા મારા પ્રયત્નો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.