Abtak Media Google News

શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લોકો જેટ એન્જીનો નજીક જંગલના રાજા સિંહની ત્રાડ સાંભળી શકશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ કિપાર્ચર ઝોન એન એરપોર્ટ ગીર જંગલનું નવનિર્માણ કર્યું છે. એરપોર્ટ જંગલમાં સિંહ, ચિત્તા, પક્ષીઓના મોડલ પણ રાખવામાં આવ્યા છે.

ડિસ્પ્લેમાં ચિતલ અને બ્લેકબક પણ દેખાડવામાં આવશે. એરપોર્ટના ડાયરેકટર મનોજ ગંગાલે જણાવ્યું હતું કે, સિંહની ગર્જના પર્યટકો માટે રોમાંચક બની રહેશે. ગીર જંગલ સિંગાપોર એરપોર્ટ પર બટરફલાય પાર્ક પણ બનાવવાની વિચારણા કરી રહ્યું છે. જો કે ત્યાં બટરફલાય સાચા હશે. ગંગાલે જણાવ્યું કે રાજયસભા સભ્ય પરિમલ નવાણી એરપોર્ટ પર ગીર જંગલની ટીમ રાખવા અંગે મદદ કરી રહ્યાં છે.

આ પૂર્વ એરપોર્ટ ઓોરીટીએ ૫ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિને ગીર લાયન મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે હવે તે અનૌપચારિક કાર્યક્રમના ભાગરૂપે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.