Abtak Media Google News

પંજાબ નેશનલ બેંકમાં યેલા ગોટાળાની વ્યાપક અસર દેશમાં જોવા મળી છે. ગોટાળામાં ૧૫૦૦૦ કરોડી વધુ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. પરિણામે બેંકના ગ્રાહકો અને રોકાણકારોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. બેંકની માર્કેટ કેપમાં ઘટાડો યો છે. ત્યારે પંજાબ નેશનલ બેંકના ચિફ સુનિલ મહેતાએ મુશ્કેલીનો અડીખમ સામનો કરવાનો નિર્ધાર કર્યો છે. અને ગ્રાહકો તા રોકાણકારોને ભગરાશો નહીં તેવી હૈયાધારણા આપી છે.પીએનબી કેસમાં રોકાણકારોના ૯૦૪૭ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગઈકાલે પીએનબી માર્કેટ કેપ સવારમાં જ ઘટીને ૩૦૧૬૨ કરોડ રહી ગઈ હતી. છેલ્લા થોડા દિવસોમાં બેંકના શેરમાં ૪૦ ટકા સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો. પીએનબી ઉપરાંત અન્ય બેંકોના ૩ દિવસમાં ૫૫૦૦ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. દેશના આ સૌથી મોટા પૈકીના એક ફ્રોડમાં ચર્ચાતું નામ નિરવ મોદી છે. જેી તેમના મામા મેહુલ ચોકસીની કંપની ગીતાંજલી જેમ્સ પર સેબીની ચાંપતી નજર છે.

બીજી તરફ પીએનબી બેંકે કૌભાંડમાં જવાબદારો સામે પગલા લેવાનું શરૂ કર્યા બાદ વધુ ૮ કર્મચારીઓની હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર કેસમાં ૧૮ કર્મચારીઓને છુટી આપી દેવાઈ છે. આ ઉપરાંત સરકાર પણ આ મામલાની તપાસમાં જોતરાઈ ગઈ છે. સંસદીય સમીતીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસ નેતા વિરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી સંસદની નાણા મામલાની સમીતીની બેઠકમાં પીએનબી કૌભાંડનો મુદ્દો ગાજયો હતો.

પીએનબીના કૌભાંડમાં લાગતા વળગતાઓના જીવ તાળવે ચોંટાળી કીક મુખ્ય સૂત્રધાર નિરવ મોદી ન્યૂયોર્કમાં નિરાંતે જલ્સા કરતો હોવાનું જાણવા મળે છે. સરકારે હાલ તો પ્રાયોગીક પગલા‚પે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ કેસમાં નિરવ મોદી સામે એકી વધુ સંસઓ તપાસમાં જોતરાશે તેવું જાણવા મળે છે.

નિરવ મોદીની ૨૫ મિલકતો તેમજ ૧૦૫ એકાઉન્ટને ટાંચમાં લેવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન નિરવ મોદી તમામને ધંધે લગાડી ન્યૂયોર્કમાં વૈભવી જીવન જીવતો હોવાનું સામે આવ્યું છે. પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા બાદ તે ૧ થી વધુ લોકેશનમાં ફરી શકશે નહીં. જો કે, આ દાવાને ઘણા પોકળ કહી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.