Abtak Media Google News

ગુજરાતી ફિલ્મમાં કરોડાના નફાની લાલચમાં ‘ગુજુ’ છેતરાયો: ચેન્નઈના ફિલ્મ પ્રોડયુસર સામે નોંધાતો ગુનો

ધોરાજી તાલુકાના સુપેડી ગામના પટેલ વેપારીએ ગુજરાતી ફિલ્મ ‘પહેલો દિવસ’માં રૂા.૬૦ લાખનું રોકાણ સામે કરોડોનો નફાની લાલચમાં ચેન્નઈના ફિલ્મ નિર્માતાએ રૂા.૫૫ લાખની છેતરપીંડી કર્યાની ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ સુપેડીના ભગવતી ચોક ટાંક શેરીમાં રહેતા નિતેશભાઈ ગોવિંદભાઈ માંકડીયા નામના પટેલ વેપારીએ ચેન્નઈ સ્થિત આર.વી. ગુરૂપદમ નામના શખ્સે પોતાની ફિલ્મ પ્રોડયુસર તરીકે ઓળખ આપી ગુજરાતી ફિલ્મમાં રોકાણ કરવા અને ઉંચા નફાની લાલચ આપી રૂા.૫૫ લાખની છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

પોલીસ ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે નિતેશભાઈ માંકડીયા નામનો યુવાન ખેતીની સાથે ખેતીના પાકનો વેપાર કરે છે. અને નિતેશભાઈ માંકડીયા અને રાજકોટ ખાતે રહેતા પ્રદીપસિંહ મહિપતસિંહ જાડેજા મિત્ર હોવાથી પ્રદીપસિંહ જાડેજા મારફતે આણંદ ખાતે આર.વી. ગુરૂપદમ નામના શખ્સની ઓળખાણ થઈ હતી.

આર.વી. ગુરૂપદમ પોતે દક્ષિણના ફિલ્મ બનાવતો અને ફિલ્મ નિર્માતા પ્રોડયુસર તરીકેની ઓળખ આપી અને દક્ષિણના ફિલ્મનું બજેટ મોટુ હોવાથી પોતે ગુજરાતી ફિલ્મ ‘પહેલો દિવસ’નું પ્રોડયુશન કરતો હોવાનું કહી જેનો ખર્ચ આશરે રૂા.૮૦ કરોડ જેટલો છે.

7537D2F3 2

નિતેશ માંકડીયાને દક્ષિણના ફિલ્મના નફા સાથેના કાગળો દેખાડી અને ‘પહેલા દિવસ’ ગુજરાતી ફિલ્મમાં રોકાણ રૂા.૬૦ લાખ કરવા અને તેનો નફો રૂા.૨ થી ૩ કરોડ આપવાની આર.વી. ગુરૂપદ લાલચ આપતા નિતેશા માંકડીયાએ જણાવ્યું કે મારે લાંબો સમય રોકાણ નથી કરવું તેમ કહેતા આર.વી.ગુરૂપદમે જણાવ્યું કે ફિલ્મ રિલીઝ થયાના ૧ મહિનામાં તમોને મૂડી સાથે નફો આપવાની બાંહેધરી આપતા નિતેશ માંકડીયાએ બે મિત્રો પાસે અને પોતાની પાસે રહેલી મૂડીથી બેંક મારફતે રૂા.૬૦ લાખ જી.આર.પી. આર્ટસ નામથી ટ્રાન્સફર કર્યા હતા.

લાંબા સમય બાદ ‘પહેલા દિવસ’ ગુજરાતી ફિલ્મનું શુટીંગની કોઈ પ્રક્રિયા હાથ ન ધરતા અને નકકી કરેલી સમય મર્યાદા બાદ નીતેશ માંકડીયાએ રકમ પરત માંગતા આર.વી. ગૂરૂપદમે રૂા.૫ લાખનો ચેક આપ્યો હતો અને બાકીની રકમ કટકે કટકે આપવાની બાંહેધરી આપી હતી.

રૂા.૫ લાખનો ચેક ચેન્નઈના આર.વી. ગૂરૂપદમના બેંક ખાતામાંથી વગર વસુલાતે પરત ફરતા જેની જાણ કરવા છતા રકમ ન ચૂકવતા ધોરાજીની કોર્ટમાં ફરિયાદ કરતા જેમાં નિતેશ માંકડીયાની તરફેણમાં ચૂકાદો આવતા આર.વી. ગૂરૂપદમ ચેકની રકમ ચૂકવી આપી હતી. અને બાકીની રકમ દિવાળી બાદ ચૂકવી આપવાની ખાત્રી આપી હતી.

સમય મર્યાદામાં બાકી રકમ રૂા.૫૫ લાખ આર.બી. ગૂરૂપદમ નામનો શખ્સ ન ચૂકવતા અવાર નવાર મોબાઈલ ફોનમાં ઉઘરાણી કરતા તેમજ રૂબરૂ ન મળી અને મોબાઈલ ફોન નંબર બ્લોક કરી દીધેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે કંટાળી સુપેડીના નિતેશ માંકડીયાએ ચેન્નઈના આર.વી. ગુરૂપદમ નામના શખ્સ સામે ઠગાઈ અને ધમકી આપ્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

પોલીસે આર.વી. ગૂરૂપદમ નામના શખ્સ સામે ગુનો નોંધી મોબાઈલ લોકેશનન આધારે ઝડપી લેવા તેમજ આર.વી. ગુરૂપદમનો શિકાર કેટલા બન્યા તેને ઝડપ્યા બાદ જ બહાર આવશે અને વધુ તપાસ પી.આઈ. વી.એચ. જોષી સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.