Abtak Media Google News

બે પુખ્ત સમલૈંગિકો વચ્ચે સંમતિથી થતા સમાગમને અપરાધ ઠેરવતી કલમની યોગ્યતા પર સરકાર કોઈ વલણ નહીં અપનાવે

સજાતિય સંબંધોને છૂટ આપવી કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કેન્દ્ર સરકારે સમલૌંગિક સેકસની મંજૂરી આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. સરકારે પોતાનું કોઈ જ સ્ટેન્ડ સ્પસ્ટ કર્યું નથી.

આઈપીસીની કલમ ૩૭૭ની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં એડીશ્નલ સોલીશીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અમે આ નિર્ણય અદાલતની સમજણ પર છોડીએ છીએ. સમગ્ર મામલાની સુનાવણી હાલ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ રોહિનટન ફલી, નરીમન, એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડ અને ઈન્દ્ર મલ્હોત્રાની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ કલમ ૩૭૭ને હટાવવા કરતા તેમાંથી ગે સેકસના ગુનાની સમીક્ષા કરવા મામલે દલીલ થાય છે. કેન્દ્ર એ એવી દલીલ કરી છે કે, ગે વિવાહ, દત્તક લેવાનો મુદ્દો અને એલજીબીટીકયુના મુદ્દાને સ્પર્શે નહીં તે ધ્યાન રાખવું જરૂરી છે. સમગ્ર મામલે હાલ અદાલતે એક બાબત સ્પષ્ટ કરી છે કે, કલમ ૩૭૭ અંતર્ગત બે સજાતીય સંબંધો ધરાવતી વ્યક્તિની પોલીસ ધરપકડ થાય તેવું ઈચ્છતી નથી.ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, કોર્ટ સંબંધોને સંરક્ષણના મુદ્દા પર વિચાર કરી રહી છે. અદાલત તેની વિચારણાનો દાયરો ફકત સમાગમની રીતો અવા તો સમલૈંગિકોને દાયરામાં રાખી વિચાર કરી રહી નથી પરંતુ પરસ્પર સંમતીથી જાતિય સંબંધ બાંધનાર પુખ્તોને અપરાધ માટે જવાબદાર ન ગણવામાં આવે તે અંગે વિચાર કરી રહી છે.

આઈપીસીની ધારા ૩૭૭ની અત્યાર સુધી જોરદાર તરફેણ કરી રહેલી કેન્દ્ર સરકારે અચાનક ગુલાટ મારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકાર પર વ્યંગબાણ છોડયું હતું. ચિફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, સરકારના નિર્ણયનો ર્અ એવો થાય છે કે, તમે હયિાર હેઠા મુકી દીધા છે.

વ્યભિચારી લગ્ન વ્યવસ જોખમમાં મુકાશે

આઈપીસીની ધારા ૪૯૭ અંતર્ગત વ્યભિચાર માટે પુરૂષ અને સ્ત્રી બન્નેને સમાન રીતે જવાબદાર ગણાવવાની માંગ કરતી અરજીનો વડી અદાલતમાં કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ દલીલ કરી છે કે, આઈપીસીની ૪૯૭ લગ્ન વ્યવસની સુરક્ષા માટે છે. જો આ કલમ હટાવાશે તો સામાજિક સમસ્યાઓ ઉભી થશે તેવું માનવામાં આવે છે. અદાલતની ખંડપીઠ હાલ આઈપીસીની ધારા ૪૯૭ અંતર્ગત મહિલાને પણ જવાબદાર ગણાવવાની સમીક્ષા કરી રહી છે. કેન્દ્રએ કહ્યું છે કે, લગ્ન સંબંધની પવિત્રતા માટે વ્યભિચારને અપરાધ ગણાવવો જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.