Abtak Media Google News

આડેધડ કબ્જા કરી ગેરકાયદે દબાણ કરવા બેફામ બનેલા ભૂ-માફિયાઓ પર લગામ લગાવવા સુપ્રીમનો નિર્દેશ

ગુજરાતમાં બેફાર્મ બનેલા ભૂ-માફીયાઓ પર લગામ લગાવવા રાજય સરકારે ગુજરાત લેન્ડ ગે્રબીંગ પ્રોહીબીશન એટક ૨૦૨૦ ને મંત્રીમંડળે મંજુરી આપી છે. રાજયમાં સામાન્ય ખેડુતથી માંડી ખાનગી વ્યકિતની માલીકીપણા વાળી જમીન, ટ્રસ્ટની જમીનો, સરકારી ખરાબામાં ભૂ-માફીયાઓ દ્વારા થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવા તેમ જ ભૂ-માફીયાઓને ખાવા કિસ્સામાં ૧૦-૧૪ વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલવા લેન્ડ ગે્રબીંગ પ્રોટીબીશન સેન્ટનું અમલીકરણ કરવામાં જણાવ્યું છે. જેની જોગવાઇ મુજબ દરેક જીલ્લા કક્ષાએ ૭ સભ્યોની કમીટી બનાવાશે. કમિટીએ દર ૧પ દિવસે ફરજીયાત પણે સુનાવણી હાથ ધરવી પડશે. કોઇપણ અરજીનો અભ્યાસ કરી ૭ દિવસમાં ગુન્હો નોંધી ૩૦ દિવસમાં તહોમતનામું રજુ કરી દેવું જરુરી છે. જે બાદ સ્પેશ્યિલ કોર્ટે પણ ૬ મહિનામાં કેસનો નિકાલ કરવો પડશે. જેથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં બેફામ બનેલા ભૂ-માફીયા લગામ લાગશે. તેવા સમયમાં સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં ગંભીરતા દાખવી ગેરકાયદેસર કબ્જા કરી દબાણ  કરનાર ભૂ-માફીયાઓ પર લગામ લગાવવા આદેશ કર્યો છે.

સુપ્રીમે મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે, ગેરકાયદેસર થતાં કબ્જા અને તેમાં બિનઅધિકૃત બાંધકામને રાજય સરકારો કાયદેસર કરવાની પ્રક્રિયા હાથ ઘરે નહી સરકારના આવા પગલાઓને કારણે પરોક્ષ રીતે ભૂ-માફીયાઓને પ્રોત્સાહન મળે છે તે બાબતમાં શંકાને સ્થાન નથી. સરકાર નાના માણસોની લાગણીને ઘ્યાને રાખીને ગેરકાયદેસર બાંધકામો વસાહતોને કાયદેસર કરી દેતી હોઇ છે પરંતુ તેનાથી ભૂ-માફીયાને વધુ નીડર બની દબાણ કરતા હોય છે.સુપ્રિમ કોર્ટે બુધવારે કરેલ એક મહત્વની જાહેરાતમાં કેન્દ્ર અને રાજય સરકારની ગેરકાયદેસર વસાહતોને કાયદેસર માન્યતા આપવાની પ્રક્રિયા સામે થયેલી જાહેર હિતની અરજી અનુસંધાને આડેધડ ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની પ્રક્રિયાને રોકવા નિર્દેશ આપ્યો હતો.ન્યાયપાલિકાએ જાહેર હિતની અરજી કે ભૌગોલિક માપણી કરી દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા.

આડેધડ ગેરકાનુની વસાહતોને કાયદેસરતા આથી નાગરીક સુવિધાઓની પ્રક્રિયા સામે પી.આઇ.એલ. કરનાર જે. સાગર રાવના વીકલ શ્રવણ કુમારે ન્યાયમૂર્તિ   એલ નાગેશ્ર્વર રાવ, હેમત ગુપ્તા અને અજય રસ્તોગીની સંયુકત ખંડપીઠ સામે રજુઆત કરી હતી કે આંધ્ર પ્રદેશ, તેલુંગાણા અને તામિલનાડુ સરકારે આ વર્ષે જ વધારાની મહેસુલી આવક ઉભી કરવા માટે વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર, વસાહતો અને અવધ બાંધકામો ને નગર નિર્માણ આયોજન બઘ્ધ શહેરી કરણ અને નાગરીક સુવિધામાં ખલેલનો જરા પણ વિચાર કર્યા વગર માન્યતા આપવા માટે ઠરાવો પસાર કર્યા છે. આ અરજીમાં સુપ્રિમી કોર્ટને એ વાત ઘ્યાને લીધી હતી કે અરજીમાં દેશવ્યાપી ધોરણે થનારા આયોજન  એક અલગ બાબત છે. રાજય માટે કેવી પરિસ્થિતિ હોવી જોઇએ તે અરજીમાં દર્શાવ્યું નથી.

એપેક્ષ માટે ૧પ વર્ષ અગાઉ ગેરકાયદેસર  રીતે ઉભી કરાયેલી વસાહતોને કાયદેસર કરવા માટે મુદ્દો ઉકેલવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેમાં જોઇએ તેવી સફળતા મળી ન હતી.

સરકાર અરજદારને આ પી.આઇ.એલ. માં દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશને પક્ષકાર તરીકે જોડવા તમામને નોટીસો પાઠવી આઠ જ અઠવાડીયામાં જવાબ માંગવા જણાવ્યું હતું. પી.આઇ.એલ.માં સુપ્રિમ કોર્ટ અગાઉ મહારાષ્ટ્ર સરકારને જીયો મેપીંગ માટેની પ્રક્રિયામાં માર્ગદર્શન આપી તમામ નગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બાંધકામો અંગે નિર્દેશ આપવા જણાવ્યું  હતું. અરજદારે માંગ કરી હતી કે તેલંગાણા આંધ્ર પ્રદેશ અને તામિલનાડુએ ગેરકાનુની રીતે લે આઉટને કાયદેસર કરી દીધા હતા. તેથી દેખીતી રીતે આવી યોજનાઓ ઇકો સેનસીટયુવ ઝોન, હાથી અભ્યારણમાં ભૂ-માફીયાઓને ફાવટ આપનારા બની રહેશે. અને પર્યાવરણની જાળવણીની ખેવના કર્યા વગર ટ્રાફીક જામ પ્રદુષણ ગટર અને પાણીની યોજનાઓ અને વસ્તી વધારો જેવી  સમસ્યાઓ ઉભી કરનાર બનશે. અરજદારે તેલંગાણા, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ સરકારોને ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.