Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી લગાવવામાં આવેલી કલમ ૧૪૪ને ઉઠાવવામાટે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટનો તેના ‘ગેરપયોગ’ સામે સરકારને ફટકાર

ભારતમાં બ્રિટીશ કાળથી આજ દિન સુધી સામાજીક નિયંત્રણ અને પ્રતિબંધિત જોગવાઇઓ ધરાવતી કલમ ૧૪૪ નો કાયદો વ્યવસ્થાની જાળવણીના નામે સતત ઉપયોગ થતો રહે છે. સુપ્રીમ કોર્ટે ગલકાલે કલમ ૧૪૪ ના આડેધડ અમલ સામે સ્પષ્ટતા કરી હતી કે લોકતંત્રમાં પ્રજાની અભિવ્યકિત અને વિચારોને દબાવવામાં ૧૪૪ નો આડેધડ ઉપયોગ ન થવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે  જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલી પ્રતિબંધો પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારના એ નિર્ણય પર સવાલો કર્યા હતા. સાથે સાથે કલમ ૧૪૪ અંતર્ગત રાજયમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો અંગે પ્રશ્ર્ન ઉઠાવી તેને સાર્વજનિક કરવાનું  કહેવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે હતું કે, કલમ ૧૪૪ નો ઉપયોગ કોઇના વિચારોને દબાવવા માટે ન કરી શકાય કોર્ટે એમ પણ કહ્યું હતું કે કલમ ૧૪૪ નો દુરુપયોગ કોઇપણ સંજોગોમાં ન કરી શકાય. ખુબ જ આવશ્યકયસિ સ્થિતિમાં જ ઇન્ટરનેટ બંધ કરવું જોઇએ.

કલમ ૧૪૪ ને લાંબા સમય સુધી અલમમાં રાખી ન શકાય આ માટે નિશ્ર્ચિત અનિવાર્ય કારણો હોવા જોઇએ.

જમ્મુ-કાશ્મીરમાં પ ઓગષ્ટથી લગાવવામાં આવેલા પ્રતિબંધો અને રાજયના સ્વાયત દરજજાને ખતમ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરવાની પ્રક્રિયા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલી કલમ ૧૪૪ ની અરજીની સુનાવણી દરમિયાન ગઇકાલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે કલમ ૧૪૪ નો દુરપયોગ  ન થવો જોઇએ. અને ખાસ કરીને લોકતાંત્રિક અધિકારીની માંગના બુલંદ અવાજને દબાવવા માટે ૧૪૪ ને પ્રતિબંધના હથિયાર તરીકે ન વાપરી શકાય. સુપ્રિમ કોર્ટની સંયુકત ખંડપીથે જમ્મુ-કાશ્મીરમાં પ ઓગષ્ટે રાજયનો ખાસ દરજજો દુર કરી બુ કેન્દ્રોશાસિત પ્રદેશમાં રાજયને વિભાજન બાદ ઉભી થનારી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લગાવવામાં આવેલી ૧૪૪મી કલમ અને પ્રતિબંધ હટાવવાની માંગની સુનાવણી માટે દાદ માંગતી અરજીના ચુકાદામાં આ હુકમ કર્યો હતો. સરકારે કલમ ૧૪૪ નો પ્રજાના અવાજ દબાવવાના શસ્ત્ર તરીકે ઉપયોગ ન કરવો જોઇએ.

લોકતંત્રમાં પ્રતિબંધની એક મર્યાદા હોવી જોઇએ કટોકટીની પરિસ્થિતિમાં વાત અલગ છે. એક બીજાને નુકશાન કે કાયદાથી ઉપરવટ જઇને કોઇ વ્યકિતના ઉપદ્રવને કાબુમાં લેવા માટે કાયદા છે જ પરંતુ ૧૪૪ જેથી પ્રતિબંધીત કલમોનો સતાવાળાઓએ આડેધડ ઉપયોગ અને વારંવાર તેના અમલથી દુર રહેવું જોઇએ. તેમ જણાવીને સુપ્રીમ કોર્ટેને ચૂકાદામાં ઉમેર્યુ હતું કે, લોકતંત્રમાં કલમ ૧૪૪ ના અમલ દરમિયાન લોકો પોતાની અભિવ્યકિત જાહેર કરી શકતા નથી. આ મુદ્દે જ જમ્મુ-કાશ્મીરમાંથી લાંબા સમયના પ્રતિબંધો હટાવવામાં માંગ ઉઠી છે. સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં ઇન્ટરનેટના પ્રતિબંધ દુર કરવા અંગે કોર્ટે સમક્ષ થયેલી માંગણી મુદ્દે ન્યાયમૂતિ સુભાષ રેડ્ડી અને બી.આર. ગવઇએ રાજયમાં કલમ ૧૪૪ ના અમલની જરુરીયાત અંગે સમીક્ષા કરીને મત વ્યકત કર્યો હતોે કે પ્રતિબંધના અતિરેકથી ૧૪૪નો દુરુપયોગ થવાની સંભાવના છે તેનો ન્યાયિક ધોરણે ઉપયોગ થવો જોઇએ. નહિતર ૧૪૪ ની કલમ જેવું હથિયાર તેની અસરકારકતા ગુમાવી દેશે અને બુઠુ બની જશે.

સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જોગવાઇ નો વિવેક બુઘ્ધિપૂર્વક જયારે જરુર પડે ત્યારે કાયદાના પરિપ્રેક્ષ્યમાં રહીને તેનાો ઉપયોગ ઉપયારાતમક અને નિવારક તરીકે અતિ આવશ્યકત સંજોગોમાં તેનો તેનો ઉપયોગ કરવો જોઇએ. જો આ જોગવાઇ ને લાંબા સમય સુધી લાગુ કરવામાં આવે તો તે લોકતાંત્રિક સ્વાયતતા અને નાગરીકોના વ્યકિતગત બંધારણીય અધિકારો માટે ઘાતક પુરવાર થઇ શકે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે આ કલમની જોગવાઇ અને તેનો અમલ ન્યાયિક દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવાનો વિષય છે. તેનો અમલ કયારે શરુ કરવો અને કયાં સુધી ચાલુ રાખવો તે સુઝબુઝથી કાયદા ન્યાય અને લોકતાંત્રિક પરિણામનું સંતુલન જાળવીને અમલ કરવાનો વિષય છે.

કલમ ૧૪૪ નો અમલ મુળભુત અધિકારીની જાળવણી સાથે પ્રતિબંધ લગાવવાની ન્યાયધીશની ફરજનો ભાગ ગણીને તેને સ્પષ્ટ માપદંડમાં લાગુ કરવી જોઇએ ૧૪૪ નો અમલ આપતિકાલિન પરિસ્થિતિમાં થવો જોઇએ. અદાલતને ૧૪૪ના અમલનો દુરુપયોગ થતો હોવા નું સ્પષ્ટ દેખાય છે. સંપૂર્ણ કટોકટીનું નિવારણ કરવા માટે આ કલમનો જ ઉપયોગ કરવો યોગ્ય નથી. સરકારે અન્ય રસ્તો પર પણ અમલ કરવો જોઇએ.

ભારતના બંધારણના સામાજીક રાજકીય કટોકટી નિવારવા માટે રહેલી યોગ્ય જોગવાઇ ઓને ઉપયોગ કરવો જોઇએ પરંતુ કોઇ એક મોટા વિસ્તાર ઉપર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવવાથી મોટી સમસ્યા સર્જાઇ શકે છે. કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે સરકાર ભવિષ્યમાં ૧૪૪ નો દુરુપયોગ કરી શકે છે. તેની સામે સુપ્રીમ કોર્ટે કહ્યુઁ હતું કે અમે અહીં ન્યાય કરવા બેઠા છીએ કોઇને કાયદાનો દુરુપયોગ  કરવા નહિ  દઇએ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે ૧૪૪ નો દુરુપયોગ ન થવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.