Abtak Media Google News

પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ ઓટો રિક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બલેની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. તમામ બાળકોને રિક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા.

Advertisement

રિક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલની રિક્ષા પલ્ટી મારી ગઈ હોવાનું બાળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ઘવાયેલા અને મોત ને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1 ના હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.