Abtak Media Google News

રૂ.૧.૨૫ લાખ કરોડની પ્રસ્તાવિત યોજનામાં કેન્દ્ર સરકાર ૭૦ ટકા અને રાજ્ય સરકાર ૩૦ ટકા રકમ આપશે

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી ફરીથી વિકાસના મુદાપર લડાવાની છે. ત્યારે કૃષિપ્રધાન ગણાતા આપણા દેશમાં ‘જગતના તાત’ ગણાતા ખેડુતોને કાયમી ખેતીલક્ષી સમસ્યામાંથી બહાર કાઢી તેનો વિકાસ કરવો અતિ જરૂરી બની ગયો છે. હાલમાં ખેડુતોને ખેત ઉપજોમાં ટેકાના ભાવ આપી થતી ખરીદી કામ ચલાઉ હોય તેનાથી ખેડુતોને વિકાસ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. જેથી દેશભરનાં ખેડૂતોને ફરીથી સ્વમાનભેર ખેતી કરવા માટે તૈયાર કરવા કેન્દ્રની મોદી સરકાર ચેક મહત્વપૂર્ણ ખેડુતલક્ષી વિકાસ યોજના પર કાર્યકરી કરી છે.

તેલંગાણામાં સફળ થયેલી જરૂરીયાત મંદોને સીધા લાભો આપવાની યોજનાના આધાર પર આ યોજના અંગે કાર્ય કરવામાં આવી રહ્યું છે. નાના અને સીમાંત ખેડુતોને બીજ, ખાતર, જંતુનાશકો અને મજૂરી માટે સહાયની રકમની ખેડુતના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવા અંગે વિચારણા થઈ રહી છે. આ યોજનાનો ખર્ચ ૧.૨૫ લાખ કરોડ રૂ. અંદાજવામાં આવ્યો છે. જેમાં ૭૦ ટકા રકમ કેન્દ્ર સરકાર અને ૩૦ ટકા રકમ રાજય સરકાર ચૂકવશે આમ, આયોજના કેન્દ્ર અને રાજય બંને સરકારો દ્વારા ચલાવવામાં આવશે.

આ યોજના અંગે એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતુ કે ‘આ એક રાજકીય યોજના ગણી શકાય લોકસભાની ચૂંટણી પહેલા તેને ઝડપભેર અમલમાં મૂકવા અને તેના ખર્ચની રકમનું આયોજન કરવું કેન્દ્ર સરકાર માટે અધરૂ છે. પરંતુ ઘણા રાજયોમાં ભાજપની સરકાર હોય ત્યાં આ યોજનાનો અમલ કરવો સરળ બનશે. કોંગ્રેસ શાસીત રાજયોમાં પણ ખેડુતોની સમસ્યા મોટી હોય તેઓ પણ આ યોજનાનું અમલરીકરણ કરવામાં મદદ કરશે જોકે આ અંગે આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.

જયારે, ખેડુતોની સમસ્યા દૂર કરવા નીતિ આયોગ મધ્યમ તબકકાની વ્યૂહ રચના સુચવી છે. જે છે ભાવાંતર યોજના આ યોજના મુજબ કોઈ ખેત પેદાશોનાં બજાર ભાવ સરકારે નકકી કરેલા ભાવો કરતા નીચે આવે તો તે ખેડુતને સબસીડી આપવમાં આવે નીતિ આયોગની આ દરખાસ્ત મુજબ દરેક ખેડુતે તેના પાક અને વાવેતર અંગેની નજીકના માર્કેટ યાર્હની મંડળીમાં નોંધણી કરાવવાની રહેશે જો કોઈ ખેત પેદાશના ભાવો બજાર ભાવ કરતા નીચા જાય તો ખેડુતને ટેકાના ભાવો સાથેની તફાવતની રકમ સબસીડી સ્વરૂપે તેના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવશે.

આ યોજનાને અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, નાણામંત્રી અરૂણ જેટલીઅને કૃષિમંત્રક્ષ રાધા મોહન સીંગ સાથે બેઠક યોજીને આ મેગા યોજનાને આખરી સ્વરૂપ આપવા ચર્ચા વિચારણા કરી હતી તાજેતરમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં હિન્દીપટ્ટીના ત્રણ રાજયોમાં ભાજપને પછડાટ મળી હતી. આ ચૂંટણી પરિણામોના વિશ્લેષણોમાં ખેડુતો મોદી અને ભાજપ સરકારની કામગીરીથી નારાજ હોવાનું તથા કોંગ્રેસે કરેલી લોનમાફીની જાહેરાતે ખેડુતોને તેમના તરફ આકર્ષિત કર્યા હોવાનું બહાર આવવા પામ્યું હતુ.

ખેડુતોને સીધા લાભો આપવાની યોજનામાં આગળ વધારવામાં સરકાર સામે અનેક પડકારો છે. ખેડુતો માટે હાલમાં સોઈલ હેલ્થ કાર્ડ, ખેડુત વિમા યોજના, ઉચ્ચત્તમ ટેકાના ભાવે નીમ કોટીંગ યુરીયા અને સિંચાઈ યોજનાઓ ચાલી રહી છે. પરંતુ આ યોજનાઓ પાછળ અબજો રૂ. ખર્ચવા છતા ખેડુતોને તેનો લાભ મળતો નથી. સુત્રોએ જણાવ્યું હતુ કે નીતિ આયોગના સભ્ય અને ખેત તજજ્ઞ રમેશ ચાંદ આ અંગે કૃષિ મંત્રાલય અને અન્ય કૃષિ પાંખો સાથે ચર્ચા કરીને આ યોજનાને આખરી સ્વરૂપ આપશે.

આ યોજના જેમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. તે તેલંગણા સરકારની ખેત રોકાણ મદદ યોજના (રાયઠઠ્ઠબંધુ) તેલંગાણા સરકારે ૧૨ હજાર રૂ.ની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના તેલંગાણામાં ભારે લોકપ્રિય થઈ છે. અને તેનો લઈને તેલંગાણામાં કેસીઆર સરકારે ફરીથી ભારે બહુમતીથી સત્તા પ્રાપ્ત કરી હતી.

આ રાયઠ યોજના હેઠળ ખેડુતને દરેક પાકની સીઝન માટે ચાર હજાર રૂ.ની મદદ તેના ખાતામાં નાખવામાં આવે છે આ રકમ ખેડુતો બીજ, ખાતરો, જંતુનાશક દવા, મજૂરો અને ખેતીલક્ષી ઓજારો વગેરેની ખરીદી કરી શકે તે માટે આપવામાં આવે છે. કેસીઆર સરકારે આ યોજનાનો લાભ સાચા લાભાર્થીને મળે તે માટે જમીન રેકોર્ડસ સુધારવાનીઅને તેને ડીઝીટલ બનાવવા પણ ભારે કવાયત હાથ ધરી છે. જો કે, આ યોજના દેશભરમાં સફળ થાય તે માટે કેન્દ્ર અને રાજય સરકારે ભારે કવાયત હાથ ધરવી પડશે. તેવું નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.