Abtak Media Google News
  • કામરેજમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી
  • પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

સુરત સમાચાર :  સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પિયરપક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતા હતા. પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કામરેજ તાલુકાના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે. હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી તે દરમિયાન પોતાની બે માસુમ દીકરીઓ એક 2 વર્ષ 7 માસ અને બીજી 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ મહિલાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે. મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઇ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા. પરંતુ પતિએ પૈસાની શુ જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં મુંબઇ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સસરિયાઓ મહિલાને દહેજ માટે ખુબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો. મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.