Abtak Media Google News

સુરત સમાચાર

નવરાત્રી 2023 માં સુરતના ખેલૈયાઓના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે.કઈક હટકે કરવા માટે સુરતીઓ જાણીતા છે,ત્યારે સુરતમાં અનોખા જ ગરબા ટ્રેન્ડ શરૂ થયો છે. ખેલૈયાઓ પગમાં ઝાંઝર કે જ્વેલરી નહિ પરંતુ સ્કેટિંગ શૂઝ પહેરી તેઓ ગરબા સીખી રહ્યા છે,અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.

Advertisement

સુરતમાં નાના નાના ખેલૈયા ઓએ સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબા નું કોન્બિનેશન કરી પ્રિ નવરાત્રી સેલિબ્રેશન કર્યું છે.નવરાત્રીના પર્વ ને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ સુરતમાં અસંખ્ય ગરબાના આયોજન કરવામાં આવ્યા છે.તેવા માં 2023 નવરાત્રીમાં કઈક યુનિક કરવા ખેલૈયા ઓ સ્કેટિંગ ગરબા રમી રહ્યા છે.

Screenshot 3 4
સ્કેટિંગ સાથે ગરબાનું કોન્બિનેશન કઈક હત્કે લાગે છે, તમે ક્યારેય નહીં જોયું હોય તેવા સ્ટેપ્સ સ્કેટિંગ પર ગરબા ના ખેલૈયા ઓ સિખી રહ્યા છે.જેમાં દાંડિયા ,ડોડીયા અને અવનવા સ્ટેપ્સ તેઓ સ્કેટિંગ પર કરે છે..આ ખેલૈયા ઓને જોતાં તમને એવું લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબા રમી રહી છે. પરંતુ તેઓ અન્ય ખેલૈયાઓથી જુદી પડે છે , ટ્રેડિશનલ ડ્રેસ હોય કે ગરબા ના અલગ સ્ટેપ્સ કે પછી દાંડિયાનાં અવનવા સ્ટેપ્સ આ નવરાત્રીમાં આ ખેલૈયાઓ માટે એક સરખું રહેવાનું છે.

Screenshot 6

ખેલૈયાઓમાં પર આ વખતે સ્કેટિંગ ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના ખૈલેયાઓ આ વર્ષે રમવાના મૂડ માં લાગી રહ્યા છે,કઈક યુનિક કરવા માટે તેઓ સ્કેટિંગ ગરબા સીખી રહ્યા છે.જેમાં ઘણી મુશ્કેલીઓ પડે છે.સ્કેટિંગ ગરબા કરતી વખતે ઘણીવાર તેઓ પડી પણ જાય છે,પરંતુ સૌ કરતા કઈક હટકે અને વિવિધ સ્ટેપ્સ શિખવવામાં તેઓને મજા આવે છે.સાથે જ સ્કેટિંગ ગરબા ખેલૈયા ઓને સૌથી અલગ પાડે છે.જેથી આ વખતે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ધૂમ મચાવશે જેવો ઉત્સાહ સ્કેટિંગ ગરબા કરતા નાના નાના ખેલૈયાઓએ વ્યક્ત કર્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.