Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન એકાદ માસમાં થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. માદરે વતન ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહે ખુદ મોરચો સંભાળી લીધો છે.

વડાપ્રધાન મોદીએ કારમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું.

મિશન ગુજરાતને પાર કરવા આજથી ફરી વડાપ્રધાન બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓના હસ્તે અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે. દરમિયાન સુરત અને ભાવનગરમાં પીએમ દ્વારા વિશાળ રોડ-શો યોજવામાં આવ્યા હતા અને જંગી જાહેરસભા સંબોધી હતી.

સભા સ્થળે મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું.

સુરતમાં ભવ્ય રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્ય બાદ પીએમ મોદીએ જાહેરસભા સંબોધી હતી અને 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા.

પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે. ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે.

વડાપ્રધાન મોદીના રોડ શોની શરૂઆત.

સુરત એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારું શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે.

સભા સ્થળનો ડોમ ઊભરાયો.

સભામાં સુરતના ભરપુર વખાણ કરતા જણાવ્યું હતું કે સુરતી લાલાને મોજ કર્યા વગર નાં ચાલે, બહારના લોકો આવે એ પણ સુરતીઓના રંગમાં રંગાઈ જાય છે. દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે.

મહિલાઓ એકસરખી સાડીમાં પહોંચી રહી છે.

જ્યારે સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. સુરતનું જમણ અને કાશીનું મરણ લોકો દ્વારા એમ બોલવામાં આવે છે. સુરત આવો તો સુરતનું જમણ તો કરવું જ પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.