Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે. જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

સિક્યોરિટી પેટે ડિપોઝીટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજારદાર દ્વારા અરજી કરાઈ હતી. જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજારદાર પાસેથી આરોપીએ 2.50 લાખની માંગ કરી હતી. ઇજારદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરતા છટકાનું આયોજન કરાયું હતું. ઘોડ દોડ રોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટાવાળાને ઝડપી પડાયો હતો. જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુલક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.

ફરીયાદીએ સુરત મહાનગર પાલીકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળેલો તેના સીક્યુરીટી ડીપોઝીટ પેટે ફરીયાદીએ નાણાં જમા કરાવેલા તે નાણા પરત મેળવવા ફરીયાદીએ અરજી કરેલ જે અનુસંધાને આરોપી તેજસે ફરીયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ.૨,૫૦૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ આરોપી ભીખુને આપી દેવા જાણાવેલ હતી. જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપી ભીખુનાએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા આરોપી તેજસ નાએ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી આરોપી ભીખુ લાંચની રક્મ સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ ઉપરોકત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.