Abtak Media Google News
  • SOG પોલીસે કુખ્યાત મીંડી ગેંગના ત્રણ સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ કરી 
  • પોલીસે પિસ્તોલ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત ન્યૂઝ : સુરત SOG પોલીસે કુખ્યાત મીંડી ગેંગના ત્રણ સભ્યોની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે . આરોપી મોહમ્મદ આરીફ શેખ, આદિલહુશેન જાકીરહુશેન શેખ અને નદીમહુશેન જાકીરહુશેન શેખની ધરપકડ કરવામાં આવી છે . ત્રણે આરોપીઓ પાસેથી પોલીસે પિસ્તોલ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે . આરોપી મોહમ્મદ આરીફ શેખ મીંડી ગેંગનો સાગરીત છે. તેને હાલમાં ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા . તે બહાર આવી પોતાના સાગરીતો સાથે પિસ્તોલ લઈ ફરતો હતો. જેની બાતમી મળતા  SOG પોલીસે આજરોજ વહેલી સવારના લસકાણા પાટીયા પાસેથી તેની ધરપકડ કરી હતી .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.