Abtak Media Google News

અત્યાર સુધી તમે બ્લૂટૂથ, ડેટા કેબલની મદદથી એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો,

પરંતુ હવે તમે ડિવાઇસને એકબીજાથી ટચ કરાવીને HD કન્ટેન્ટ ટ્રાન્સફર કરી શકશો. વાસ્તવમાં સેમસંગ, ફૉક્સકૉન અને ઇન્ટેલ એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યુ છે જેનું નામ KISS TECHNOLOGY છે. જેની મદદથી ડિવાઇસને એકબીજા સાથે ટચ કરાવવાથી ડેટા ટ્રાન્સફર કરી શકાશે.

રિપોર્ટ અનુસાર, KISS TECHNOLOGYની મદદથી હાઇસ્પીડ ડેટા ટ્રાન્ફર કરી શકાશે, જે પણ કોઇ કનેક્ટરની મદદ વગર… આ માટે તમારે માત્ર બંને KISS અનેબલ ડિવાઇસને એકબીજામાં ટચ કરાવવાનો રહેશે અને તમારો ડેટા ટ્રાન્સફર થઇ જશે.

વાસ્તવમાં આ ટેક્નિકને સેમસંગ, ફૉક્સકૉન અને ઇન્ટેલ વિકસિત નથી કરી રહી પરંતુ Keyssa નામની કંપની આ ટેક્નૉલોજીના પેટેન્ટ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, આવનારા સમયમાં સેમસંગ અને ફૉક્સકૉનના સ્માર્ટફોનને આ ટેક્નૉલોજી સાથે લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.