સુરતમાં પરિણીતાએ પ્રેમીને મળવા બોલાવ્યો ને આવી ગયો પતિ, પછી…

પ્રેમ પ્રકરણના રોજ નવા કેસ સામે આવે છે. જેમાં વધુ પડતા લગ્નેત્તર સંબંધો(Extramarital affair)ના કિસ્સાઓ જોવા મળે છે. જેમાં પુરુષ અથવા સ્ત્રીનું લગ્ન બાદ પણ બીજા કોઈ સાથે અફેર ચાલતું હોય છે. આવા આડા સબંધો આગળ જતા ખતરા રૂપ સાબિત થાય છે, અને હસતા ખેલતા પરિવારોને બરબાદ કરી નાખે છે. આવો જ એક કિસ્સાઓ સુરતમાથી સામે આવ્યો છે.

સુરતમાં એક યુવકે પરિણીતા સાથે આડો સંબંધ રાખ્યો હતો. પ્રેમિકાનો પતિ તેના ઘરે ના હોવાની જાણ થતા, પ્રેમી તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચી જાય છે. આ દરમિયાન અચાનક પરિણીતાનો પતિ ઘરે આવી જાય છે. જેથી પકડાઈ જવાના ડરે યુવક ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવે છે. આ છલાંગમાં યુવકને ગંભીર ઈજા પોહ્ચે છે અને, હૉસ્પિટલે પોહ્ચ્તા દરમિયાન જ તેનું મોત નીપજે છે.

ઘરમાં બંને એકાંત માણી રહ્યા હતા, ત્યારે જ અચાનક જ પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. અને તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. અચાનક પતિ આવી પહોચ્યો હોવાનું જાણીને પત્ની અને તેનો પ્રેમી ડરી ગયા હતા. જોકે, પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટી જાય તે માટે પરિણીતાનો પ્રેમી ઘરની બાલ્કનીમાં છૂપાઈ ગયો હતો. બાલ્કનીમાં પણ પકડાઈ જવાનો ડર લાગતા યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો. જે બાદમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ થકી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

આ બાબત વિશે વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે, આ યુવક પરિણીતા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. સુરતના જહાંગીરપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાના આવાસમાં રહેતા 30 વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરી પોતાની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. ત્યાં અચાનક પ્રેમિકાના પતિના આવવાથી આ પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી જવાની બીકે પ્રેમીએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો.