Abtak Media Google News

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. દિવસે ને દિવસે ગુન્હાખોરીમાં  વધારો થતો જાય છે ત્યારે વધુ એક ચિલ ઝડપજની ઘટના સામે આવી છે જેમાં વહેલી સવારે આધેડનો ફોનની ચિલ ઝડપ કરીને સમડી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

https://www.instagram.com/reel/Cts6D5WoudZ/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

સુરતમાં મોબાઈલ સ્નેચર બેફામ બન્યા છે. ત્યારે સતત બીજા દિવસે શહેરના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે જેમાં ધોળા દિવસે ફોન સ્નેચરે બેફામ બનીને આધેડનો ફોન ઝુંટવ  લીધો હતો ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોઈ તેમ મોબાઈલ સ્નેચર ધોળા દિવસે આધેડના હાથમાંથી ફોનની ચીલ ઝડપ કરીને નાસી જાય છે.

ગઈ કાલે પણ સુરતમાં બની હતી મોબાઈલ સ્નેચિંગની ઘટના

સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે બાઈક ચાલકોએ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. મોબાઈલ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.