Abtak Media Google News

ચોમાસુ હાલ વિદાય લઈ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનામાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બફારા વચ્ચે પરેશાન શહેરમાં બપોરના સમયે ભારે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાંપટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોએ ખુશનુમાં આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો હતો. તો, ભારે પવનના કારણે શહેરમાં ઘણી જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ સામે આવતા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું.

Advertisement

બુધવારે બપોરે વીજળીનાં કડાકા ભડાકામાં પવનનાં જોરદાર સુસવાટા સાથે થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપનો વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણીનાં નીર રેલાય જવાની સાથે ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. વીજળીનાં કડાકા ભડાકાનો જ નાદ સાંભળવા મળ્યા અને અમીછાંટણા પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.