Abtak Media Google News

લાખેણા ઇનામોની વણઝાર તેમજ બામ્બુ બીટસના ખ્યાતનામ ગાયકોના સથવારે ખેલૈયાનો ઝુમશે

ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત સંચાલીત સાંસ્કૃતિક સમીતી દ્વારા માં જગદંબાની આરાધના માટે જ્ઞાતિ સમસ્ત ઉપક્રમે માઁ ભગવતીના ગરબા ગાવા માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

જેમાં જ્ઞાતિના દરેક લોકોને માતાજીની આરાધના કવરા માટેનું જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ગુ.ક્ષ. કડીયા જ્ઞાતિમાં માઁ ભગવતીની ભાવપૂર્વક આરાધના થઇ શકે તેમજ જ્ઞાતિના બાળકોમાં રહેલી સાંસ્કૃતિક શકિતઓને બહાર લાવી શકાય તેમજ સમાજની અંદર સેવા સહકાર અને સંગઠનની પ્રબળ ભાવનાઓ ઉત્પન્ન થાય અને તે જળવાય રહે તેવા હેતુ ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે તા. ૧૯-૧૦ ને શુક્રવાર ના રોજ ગુ.ક્ષ. કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સંચાલીત સાંસ્કૃતિક સમીતી દ્વારા આયોજીત ભવ્યાતિભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ સમસ્તના દરેક આગેવાનઓ, બિલ્ડરો, ડોકટરો, વકીલો, આર્કિટેક એન્જીનીયરો, લેન્ડ ડેવલોર્પસો તેમજ સમગ્ર જ્ઞાતિજનોને રમવાના તેમજ જોવા માટેના પાસ જ્ઞાતિ કાર્યાલયેથી મેળવી લેવા જણાવાયું છે.

આ મહોત્સવનું યુવાનો-યુવતિઓ સહીત અબાલ વૃઘ્ધ તમામ જ્ઞાતિજનો રંગેચંગે માઁ ની આરાધના કરશે. ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૯-૧૦ ને શુક્રવારના રોજ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના દરેક લોકોને ભાગ લેવા માટે જ્ઞાતિ સમસ્ત દ્વારા સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૯-૧૦ ને શુક્રવારના રોજ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના દરેક લોકોને ભાગ લેવા માટે જ્ઞાતિ સમસ્તના પ્રમુખ તેમજ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રી મહોત્સવને ભવ્ય બનાવવા માટે ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સંચાલીત સાંસ્કૃતિક સમીતી આયોજીત નવરાત્રીના સ્થગળ તરીબે બામ્બુ બીટસ ગ્રાઉન્ડ, પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે, નાનામૌવા મેળન રોડ, રાજકોટ ખાતેના ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. જયાં ૧૯-૧૦ ને શુક્રવાર (દશેરા) સાંજે ૭.૩૦ કલાથી કાર્યક્રમ શરુઆત થશે. આ સમગ્ર કાર્યક્રમ ગુર્જન ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખનરેન્દ્રભાઇ સોલંકીની અઘ્યક્ષતામાં તેમજ અઘ્યક્ષતામાં તેમજ માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.