Abtak Media Google News
અમરોલીથી રૂ.1.80 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં પાંડેસરા શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યાની કબુલાત
પાંડેસરાનો શખ્સ રૂ.1.79 કરોડના ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો: સુરતમાં મુંબઇના શખ્સે ડ્રગ્સ સપ્લાય કર્યાનું ખુલ્યું

સુરત પોલીસ વિધાનસભાની ચુંટણી બંદોબસ્તની કાર્યવાહીમાં વ્યસ્ત બની હોવાનો ડ્રગ્સ માફિયાઓ લાભ ઉઠાવી ડ્રગ્સ પેડલર દ્વારા મુંબઇથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડયાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 48 કલાકમાં વધુ બે શખ્સોને રૂ.4 કરોડના 4 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.

સુરતના અમરોલી વિસ્તારમાંથી બે દિવસ પહેલાં મુબારક અબ્બાસ બાંડિયા નામના શખ્સને રૂ.1.79 કરોડના ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તે સુરતના પાંડેસરાના અપેક્ષાનગરમાં રહેતા ચંદન લક્ષ્મણ શર્મા નામના શખ્સ પાસેથી એમ.ડી.ડ્રગ્સ ખરીદ કર્યાની કબુલાત આપી હતી.

મુબારક બાંડિયાની કબુલાતના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પાંડેસરાના અપેક્ષાનગરમાં દરોડો પાડી રૂ.1.79 કરોડના ડ્રગ્સ સાથે ચંદન લક્ષ્મણ શર્મા નામના શખ્સને ઝડપી લીધો હતો. છેલ્લા બે દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂ.4 કરોડની કિંમતના ચાર કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધાનું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

ચંદન શર્મા મુળ બિહારના પટણાનો વતની હોવાનું તે એકાદ વર્ષ પહેલાં જ સુરત મજુરી કામ માટે આવ્યો હતો. માકેર્ટમાં પોટલાની હેરફેરની મજુરી બાદ ચંદન શર્મા કેટરર્સનું કામ કરતો હતો તે દરિમયાન મુંબઇના ડ્રગ્સના ધંધાર્થીના સંપર્કમાં આવતા મુંબઇથી ડ્રગ્સ લાવી સુરતના વેપારીઓને વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પોલીસની એક ટીમને સુરત તપાસ અર્થે રવાના કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.