સુરત પૂર્વ બેઠકના ‘આપ’ના ડમી ઉમેદવારે પણ ફોર્મ પાછુ ખેંચી લીધું

સત્તાવર ઉમેદવાર કંચન જરીવાલ બાદ સલીમ મુલતાનીએ ફોર્મ ખેચી લેતા આપને પડયા પર પાટુ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના મતદાન પૂર્વ જ આમ આદમી પાર્ટીએ એક બેઠક ગુમાવી દીધી છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આપના સત્તાવાર ઉમેદવાર કંચન જરીવાલાએ બે દિવસ પૂર્વ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા બાદ ગઇકાલે ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેંચી લીધું છે.

સામાન્ય રીતે જો સત્તાવાર ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તેવા કિસ્સામાં રાજકીય પાર્ટીઓ દ્વારા ડમી ઉમેદવારોને મેન્ડેટ આપી દેવામાં આવતું હોય છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું. દરમિયાન ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અંતિમ ઘડી સુધી આપ દ્વારા મેન્ડેટ આપવામાં ન આવતા ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ ફોર્મ પરત ખેંચી લીધું છે.