Abtak Media Google News

કોવિડ-૧૯ સામે સાવચેતીના પગલા રૂપે રાજ્ય સરકારે તમામ આંગણવાડીઓના બાળકોને આંગણવાડીમાં ન લાવવા માટે જરૂરી સૂચના આપેલ છે. જેને ધ્યાને લઈ જૂન માસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના બાળકોને તેમના ઘરે જઈને ગરમ નાસ્તાના બદલામાં પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવે છે.

જે અન્વયે કોરોના વાયરસના સંક્રમણ સમયે કોવિડ  ૧૯ સામે સાવચેતીના પગલા રૂપે કરાયેલ આ આયોજનના ભાગરૂપે જિલ્લાની કુલ ૧,૩૪૮ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ૩ થી ૬ વર્ષના ૫૪,૫૪૧ બાળકોના ઘરે જઈને દર ગુરૂવારે બાળક દીઠ ૧ કિં.ગ્રા. પોષણક્ષણ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લાના આંગણવાડી કેન્દ્રમાં દર ગુરૂવારે બાળક દીઠ ૧ કિ.ગ્રા. પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.