Abtak Media Google News

 ભારતનગર આવાસ યોજનાની મુલાકાત લઇ ત્યાં વસતા પરિવારોને મળતા પંચના સભ્યો

ભૌગોલિક અગવડતાને અવગણી સૌની યોજનાની વિસ્તૃત વિગતો મેળવી આજી ડેમની મુલાકાત લીધી

  આઇવે પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની પણ મુલાકાત લેતા નાણાંપંચના સભ્યો

Guru0944૧૫માં કેન્દ્રીય નાણાં પંચે આજે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રખ્યાત અર્થશાસ્ત્રી શ્રી નંદ કિશોર સિંઘની અધ્યક્ષતા વાળા નાણાં પંચે શહેરના આજી ડેમ, આવાસ યોજના, આઇવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાની કાર્યશૈલી અને અમલીકરણથી પંચ પ્રભાવિત થયું હતું.

Guru1034

અધ્યક્ષ સહિત આ પંચના સભ્યો શ્રી શશીકાંત દાસ, ડો. અનુપસિંઘ, ડો. અશોક લાહિરી, ઉપરાંત શ્રી સચિવ શ્રી અરવિંદ મહેતા, સંયુક્ત સચિવ શ્રી મુખમીતસિંઘ ભાટિયા અને ડો. રવિ કોટા, આર્થિક સલાહકાર શ્રી એન્ટોની સિરીક, અધિકારી શ્રી ભારતભૂષણ ગર્ગ, શ્રી નીતિશ સૈની, શ્રી અંશુમાન મિશ્રા, શ્રી કંદર્પ પટેલ, શ્રી સલામ શ્યામ સુંદર સિંઘ અને શ્રી જી. ગોપાલ કૃષ્ણન રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા.

૧૫માં નાણાં પંચને સર્વ પ્રથમ રાજકોટ શહેરમાં પીવાના પાણીની તંગી નિવારવામાં માટે અમલમાં મૂકવામાં આવેલી સૌની યોજનાની માહિતી સિંચાઇ અને જળસંપતિ વિભાગના સચિવ શ્રી જાદવ દ્વારા એક પ્રેઝેન્ટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. જેમાં એવી વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી કે દેશનો છ ટકા ભૂભાગ ગુજરાત ધરાવે છે અને ગુજરાતના કૂલ ભૂભાગ પૈકી ૫૮.૬ ટકા ભાગમાં પાણીની તંગી, અર્ધ તંગી ધરાવે છે. તેના મુખ્ય કારણોમાં અપૂરતો વરસાદ, વિપરિત ભૌગોલિક સ્થિત અને ખારાશ છે. ગુજરાતમાં પ્રતિ વર્ષ સરેરાશ ૮૧૧૮૧૧ મિલિમિટર વરસાદ પડે છે. તેની સામે પાણીનો સંગ્રહ અને હયાત જળાશયોનો મહત્તમ ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Guru1007શ્રી જાદવે જણાવ્યું કે પાણીની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૬ હજાર કરોડથી પણ વધુની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજના બનાવી છે. આ યોજના થકી નર્મદાનું સરદાર સકરોવર ડેમ ખાતેથી ઓવર ફ્લો થતું પાણી સૌરાષ્ટ્રમાં લાવી, સૌરાષ્ટ્રના જળાશયો ભરવામાં આવી રહ્યા હતા. સૌથી યોજનાના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે અને બીજા તબક્કાના કામો પ્રગતિમાં છે. જે આગામી ડિસેમ્બર, જાન્યુઆરીમાં પૂર્ણ થઇ જાય એવું આયોજન છે. જેમાં પંચના સભ્યોએ આ યોજના માટે નાણાના સ્ત્રોતો, પાણીનું આયોજન સહિતની તલસ્પર્શી વિગતો જાણી હતી.

એ બાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાનીએ રાજકોટ શહેરમાં સૌની યોજના થકી આજી ડેમ ભરાયા બાદ સુદ્રઢ થયેલી પાણી વિતરણ વ્યવસ્થા અંગે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. એક્સપ્રેસ ફિડર લાઇન, ન્યારી ડેમની હાઇટ વધરાવી, જૂની પાઇપ લાઇન બદલવાની કામગીરી સહિતની બાબતો પંચને જણાવી હતી અને પ્રાયોગિક ધોરણે કેટલાક વિસ્તારમાં ૨૪ કલાક પાણી વિતરણની વિગતો આપી હતી. જે જાણી પંચના સભ્યોએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Guru1052
એ બાદ નાણાં પંચે આજી ડેમની મુલાકાત લીધી હતી અને અહીં સૌની યોજના થકી ઉનાળામાં પાણી વિના વરસાદે ડેમ ભરવાની કામગીરી પ્રત્યક્ષ જોઇ હતી. પાણીનું ફિલ્ટરેશન, ક્લોરિનેશન જેવી બાબતો અંગે પણ જાણકારી તેમણે મેળવી હતી.

તત્પશ્ચાત નાણાં પંચે રાજકોટ શહેરમાં લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આઇવે પ્રોજેક્ટના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. કૂલ રૂ. ૬૯ કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ તબક્કામાં શહેરના વિવિધ સ્થળો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ટ્રાફિક મેનેજમેન્ટ, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનું કેવી રીતે મૂલ્યાંકન થઇ શકે છે, એ બાબતો પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સમજાવી હતી. જ્યારે, મ્યુનિસિપલ કમિશનરે આરએમટીએસ, બીઆરટીએસનું રિયલ ટાઇમ લોકેશન, પોલ્યુશન ડાટા, ટીપર વાન, વોટર મેનેજમેન્ટ અહીંથી કેવી રીતે થાય છે, એ વિગતો જણાવી હતી.

Guru0985નાણાંપંચના સભ્યોએ પીપીપી મોડલ પર ભારતનગરમાં બનાવવામાં આવેલી આવાસ યોજનાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ભારતનગરમાં પહેલા રહેલા સ્લમ એરિયા પર ગરીબો માટે આવાસ કેવી રીતે બનાવવામાં આવ્યા ? ત્યાના રહીશો સાથેની વાટાઘાટો, ફ્લેટમાં આપવામાં આવતી સુવિધા, આર્થિક બાબતોની જાણકારી પંચના સભ્યોએ પ્રાપ્ત કરી હતી. ત્યાં શહેર ઇજનેર સુશ્રી અલ્પના મિત્રાએ આ માહિતી પૂરી પાડી હતી.

ત્યાં વસતા પરિવારો સાથે ટૂંકી વાતચિતમાં પંચના ચેરમેન શ્રી એન. કે. સિંઘે કહ્યું કે, અહીં આપને સારા આવાસ ફાળવવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારમાંથી આપના પરિવાર બહાર આવતા આરોગ્યને લગતા પ્રશ્નો દૂર થશે. બાળકોનું શિક્ષણ સુધરશે. અહીં ફ્લેટમાં વધુ જગા હોવાથી ગૃહિણો પણ નાનું મોટું કામ કરી શકે છે અને આવા ગૃહઉદ્યોગ થકી તે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે છે. જો આ રીતે સ્મલ વિસ્તારમા આવાસ બનાવવાનું કામ કરવામાં આવે તો મને વિશ્વાસ છે કે દેશમાંથી ઝૂંપડપટ્ટી નાબૂદ થઇ જશે.

Guru1027શહેરમાં હાથ ધરવામાં આવેલા લોકહિતકારી પ્રોજેક્ટ્સથી નાણાંપંચે એકંદરે પોતાની પ્રસન્નતા વ્યક્ત હતી અને રાજકોટના ભવિષ્યનું ઉજળુંચિત્ર લઇ ગયા હતા.

આ મુલાકાત વેળાએ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ એમનું સ્વાગત કર્યું હતું. જ્યારે, પંચની સાથે વરિષ્ઠ અધિકારી શ્રી લોચન સહેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણી અને શ્રી સી. બી. ગણાત્રા જોડાયા હતા.

Guru0985

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.