સુરેન્દ્રનગર: મેડિકલ કોલેજની તબીબી ટીમની બેદરકારીથી વધુ એક કોરોના દર્દીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમુખો સાબિત થઈ રહ્યો છે  જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાલે પણ  જિલ્લામાં સરકારી ચોપડે 20 નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ વઘ્યા છે બીજી તરફ માત્ર 16 દર્દીઓ કોરોના ના તાજા થયા છે.ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લા માં કોરોના વકરતો જઈ રહો છે.અને કોરોના ના કારણે મૃતક આંક પણ ઉંચો જવા પામ્યો છે.ત્યારે  જિલ્લા માં વધતા જતા કોરોના ના કેસ ના પગલે પ્રસાસન વિભાગ ચિંતામાં મૂકાઇ ગયું છે.  હાલમાં હોસ્પિટલો ખાતે 300થી વધુ કોરોના ના દર્દીઓ સારવાર લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.  જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના ના પગલે ટપોટપ કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બની જવા પામ્યો તે જ્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધુ એક કોરોના ગ્રસ્ત દર્દીઓ સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ખાતે મોડી રાત્રે મોત નિપજ્યું છે ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલમાં રતનપર વિસ્તારમાં વસવાટ કરતા 75 વર્ષીય વૃદ્ધા ભાનુબેન પાઠકને 6 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ગઇકાલે આ વૃદ્ધા ની તબિયત લથડતાં તેમને વધુ સારવાર માટે મેડિકલ કોલેજમાં આશરે પાંચ વાગ્યાના અરસામાં લઈ જવામાં આવ્યા હતા. આ વૃદ્ધા ની તબિયત લથડતા પરિવારજનોને ગાંધી હોસ્પિટલ ની ડોક્ટરની ટીમ દ્વારા બોલાવી અને ટીબી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું  વૃદ્ધાના પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા ઊભી કરી અને કોરોના ગ્રસ્ત વૃદ્ધાને મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ડોક્ટર અને ત્યાંની ટીમ ની બેદરકારીના કારણે આ વૃદ્ધાએ અંતિમ શ્ર્વાસ એમ્બ્યુલન્સમાં લીધો હતો.Corona