લીંબડી સજજડ બંધ: એક દિવસનું સ્વયંભૂ લોકડાઉન

વેપારી એસોસિએશનને ધંધા રોજગાર એક દિવસ માટે બંધ રાખ્યા: કોરોનાની રસીના 8 જગ્યાએ કેમ્પો

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં વધતા જતા કોરોના ના કેસ આ મામલે વેપારી એસોસીએશન ના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા અને વધતા જતા કોરોના ના કેસ મામલે લીમડી ની જનતા પણ ચિંતામાં મુકાઇ હતી જેને લઇને લીમડી વાસીઓ અને વિવિધ પ્રકારના ધંધાકીય એસોસિયેશનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને એક દિવસ નું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી લીંબડીની બજારો સદંતર પણ એ બંધ રહેવા પામી છે ઉલ્લેખનીય જગ્યાએ વધતા જતા કોરોના સંક્રમણ ને લીમડી વાસીઓ કાબૂમાં લેવા માટે એક દિવસનો સ્વેચ્છિક લોકડાઉન લીમડી વાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે ને આજે વહેલી સવારથી તેનો કડક અમલ પણ કરવામાં આવી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં વધતા જતા કોરોના ના કેસ ના મામલે ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાથે વેપારી એસોસિયેશન ના આગેવાનો અને લીમડી વાસીઓ દ્વારા ચર્ચા વિચારણા કરી અને કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે એક દિવસનુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ જનતા લોકડાઉન હોવાનું પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે આ પ્રકારનો નિર્ણય લીમડી વાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોના ના વધતા જતા કેટલા મામલે સરકાર ચિંતામાં મૂકાઈ છે તેને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અને મોઢું પાડ્યું છે ત્યારે તાજેતરમાં જ લીંબડીમાં પણ કોરોના સંક્રમણ એ વિસ્ફોટક ગતિએ ફેલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ કોરોના સંક્રમણ ને તોડવા માટે લીમડી વાસીઓ સજ્જ બન્યા છે અને થોડા દિવસ પહેલા રાજકીય આગેવાનો અને વેપારી એસોસિયેશન વચ્ચે બેઠક યોજી અને લીંબડીમાં કોરોના સંક્રમણ ને કેવી રીતે તોડવો તે અંગે બેઠક યોજવામાં આવી હતી.ત્યારે બેઠકમાં વેપારી અને લીમડી વાસીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય કરી અને એક દિવસનું સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર લીમડી વેપારી એસોસિયેશન અને લીંબડીમાં નાના-મોટા ધંધા રોજગાર કરનાર વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે અને ઘરમાં જ રહ્યા છે ઉલ્લેખનીય છે કે લોકડાઉન લીંબડીમાં વેપારીઓ દ્વારા અને લીંબડીની જનતા દ્વારા આપવામાં આવ્યું હોવાનો કડક અમલ લીમડી ની જનતા જાતે જ કરી રહી છે. ત્યારે વહેલી સવારથી લીમડી સજ્જડ બંધ રહેવા પામ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા મા લીંબડીમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં 300થી વધુ કોરોના ના કેશો લીંબડીમાં નોંધાય ચુક્યા છે જેને લઇને આ કોરોના સંક્રમણ ની ચેન ને તોડવા માટે લીમડી વાસીઓ દ્વારા એક દિવસનો હજ્ઞભસમજ્ઞૂક્ષ જાહેર કરવામાં આવ્યું છે વહેલી સવારથી લીંબડીની બજારો બંધ કરવામાં આવી છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટેનો એકમાત્ર ઇલાજ કોરોના ની રસી હોવાનું જણાવી અને અલગ-અલગ 8 સ્થળો ઉપરથી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ અને એક જ દિવસમાં પાંચ હજારથી વધુ લોકો કોરોના ની એક સાથે રસી લેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે લીંબડીમાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લીમડી વાસીઓ સજ્જ બન્યા છે સ્વેચ્છિક હજ્ઞભસમજ્ઞૂક્ષ આપી અને એક દિવસ બજારો અને સંપૂર્ણ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે.