Abtak Media Google News

એલસીબીએ ટ્રક, શરાબ અને રોકડા સહિત રૂ.30.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અબતક- સબનમ ચૌહાણ- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ટોલનાકા પાસે દરોડો પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની 3120 બોટલો સાથે રૂ.30.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ દરોડામાં વિદેશી દારૂની 3120 બોટલો સાથે ટ્રક, ટ્રોલી સહિતનું ટ્રેક્ટર અને મોબાઇલ મળી રૂ.30,72,938ના મુદામાલ સાથે રાજસ્થાનના એક આરોપી ઝડપાયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરની એલસીબીના સ્ટાફને પાક્કી બાતમી મળી હતી કે, અલગ-અલગ વાહનો મારફતે કવરીંગ સાથે વિદેશી દારૂના જથ્થાની અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં હેરફેર થતી હોય અને આ રસ્તાઓ મારફતે સૌરાષ્ટ્ર ભરમાં વિદેશી દારૂનો જથ્થો પહોંચાડાતો હોવાની બાતમીના આધારે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ટોકનાકા પાસે અનમોલ રાજસ્થાની હોટલથી 100 મીટર કચોલિયાના બોર્ડ પાસેથી ટ્રક નંબર જીજે-08-એયું-6656ને આંતરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રક ચાલક ફીરોજખાન સીંકદરખાન મોયલા (ઉ.વ.30), રહે- માવલ, તા- આબુરોડ, જી- સિરોહી ( રાજસ્થાન ) બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સિમેન્ટની થેલીની આડમાં લઈ આવતો હતો.

આ દરોડામાં એલસીબીએ એલસીબીની ટીમે જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 3120, કિંમત રૂ. 14,17,500, ટરબો ટ્રક કિંમત રૂ.15,00,000, રોકડા રૂ. 1850, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 500, કવરીંગ માટે વપરાયેલી સફેદ કલરની સિમેન્ટની થેલીઓ નંગ- 520, કિંમત રૂ.1,53,088 મળી કુલ રૂ. 30,72,938નો મુદામાલ ઝબ્બે કરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી ભૈરૂસિંગ ઘુડસિંહ ( રહે- માવલ, તા- આબુરોડ, જી- સિરોહી ( રાજસ્થાન ) )ને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી બજાણા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.