Abtak Media Google News

તાવના ૫૦૯ કેસો મળ્યા પણ મેલેરિયાનો એક પણ નહીં

મેલેરિયા મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૨૫૬ ટીમો ઘ્વારા સર્વે દરમ્યાન લોકોને મચ્છર જન્ય રોગી કઇ રીતે બચવું તે અંગે આરોગ્ય શિક્ષણ, શહેરના તમામ ઘરોને આવરી લેવાય તે રીતે હાઉસ  ટુ  હાઉસ સર્વેલન્સ એકટીવીટી કરવામાં આવી રહી છે. ૨,૬૯,૭૭૦ ઘરોની મુલાકાત લઇ લોકોને મચ્છરજન્ય રોગોી બચવા લેવાના તા ૫ગલા વિશે આરોગ્ય શિક્ષણ, ફિવર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહેલ છે.

૨,૬૯,૭૭૦ ઘરોની મુલાકાત દરમ્યાન ૧૦,૪૪,૦૧૮ પાણી ભરેલ પાત્રોની ચકાસણી કરવામાં આવેલ જેમાંી ૧૩,૭૧૮ પાત્રોમાં પોરા જોવા મળેલ. જેમાંી ૧૧,૪૦૨ પાત્રોમાં ટેમીફોશ દવા નાખવામાં આવેલ તા ૩,૦૯૭ પાત્રોને ખાલી કરાવી પોરાનો નાશ કરવામાં આવેલ.  હાઉસ  ટુ  હાઉસ સર્વેલન્સ કામગીરી દરમ્યાન ફિવર સર્વેલન્સ અંતર્ગત ૫૦૯ સાદા તાવના કેસો જોવા મળેલ જે તમામના લોહીના નમુના લઇ પરીક્ષણ કરવામાં આવેલ ૫રંતુ એક૫ણ મેલેરિયા પોઝિટીવ કેસ મળ્યા ની. હાઉસ  ટુ  હાઉસ સર્વેલન્સ ઉ૫રાંત વાહક નિયંત્રણ સંદર્ભે જુદા  જુદા પ્રિમાઇસીસની ૫ણ મુલાકાત લેવામાં આવેલ જેમાં ૨૫૭ શાળા, ૧૬૯ આંગણવાડી, ૧૬૨ બાંઘકામ સાઇટ, ૧૩૭ કારખાના, ૧૨૩ હોસ્પિટલ, ૧૦૮ મંદીરો, ૮૮ કોમ્પ્લેક્ષ ની મુલાકાત લઇ વાહકનિયંત્રણ કામગીરી કરાવવામાં આવેલ છે. તા પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્૫તિ જોવા મળતા ૮૪ જગ્યાએ નોટીસ આપવામાં આવેલ છે.

મેલેરિયા મુકત રાજકોટ અભિયાન અંતર્ગત વાહક નિયંત્રણ અને સર્વેલન્સ કામગીરી માન. કમિશનર બંછાનિઘિ પાનીની સૂચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.