Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય શાખાની કામગીરી બિરદાવી

રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા રાજય સરકારના આરોગ્ય લક્ષી કાર્યક્રમનું અમલીકરણ સુદઢ વ્યવસ્થિત અનેપરીણામલક્ષી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલીકા જાહેર આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ છે.

Advertisement

ભારત સરકાર દ્વારા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો તથા શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે અપાતી સેવાઓ માટે રાષ્ટ્રીય ધારાધોરણે નકકી કરવામાં આવ્યા છે. અને સમગ્ર દેશમાં અમલ કરવામાં આવ્યા છે. જેને નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કહે છે.

આ અંગે વિશેષ માહીતી આપતા આરોગ્ય સમીતી ચેરમેન મનીષભાઇ રાડીયાએ જણાવેલ હતું શહેરના ધારાસભા ૬૯ વિસ્તારના નીચે મુજબના ત્રણ આરોગ્ય કેન્દ્રોને જુલાઇ-૨૦૧૬ થી એનકયુએએસ ની માન્યતા અપાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં

શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ઉ૫રોકત આરોગ્ય કેન્દ્રો ખાતે જુદી જુદી કક્ષાએ મીટીંગોનું આયોજન કરી એકશન પ્લાન તૈયાર કરી તેનું આલીકરણ શરુ કરાવવા એનકયુએએસની ગાઇડલાઇન મુજબની તાલીમો તમામ સ્ટાફને આપેલ, જેમાં ઇન્ક્રાસ્ટ્રકચર, ઇકવીપમેન્ટ ઇન્સ્ટુમેન્ટ  હાઉસકીપીંગ સાફ સફાઇ મેનવાપર તાલીમ સાઇનેજ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલ હતો.આ કામગીરી બાદ આરોગ્ય કેન્દ્ર માટેના નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ ની૧૯૮ જેટલી બાબતો જેવી કે ઓપીડીસેવાઓ, માતાની સ્વાસ્થ્ય સેવાઓ, રસીકરણ સેવાઓ, મેડીકલ કેમ્પ તથા આઉટરીચ સેવાઓ, રેકોર્ડ જાણવણી, કુટુંબ કલ્યાણ, માળખાકીય સુવિધાઓ ચેપ નિયંત્રણ, માનવ સંશાધનની ઉપલબ્ધી સરકારશ્રીની યોજનાના લાભ વગેરે તમામ સ્ટાન્ડર્ડ નું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી રાજય કક્ષાના  આરોગ્ય વિભાગના અધિકારીઓના સીધા અવલોકન દ્વારા લાભાર્થીઓની પુછપરછ દ્વારા તથા આરોગ્ય કેન્દ્રોના ઉપલબ્ધ રેકર્ડ દ્ારા કરવામાં આવેલ હતી.ગુજરાત રાજયમાં સૌ પ્રથમ રાજકોટ શહેરના ત્રણ એનકયએએસ આરોગ્ય કેન્દ્ર તરીકેનું બહુમાન પ્રાપ્ત કરનાર આ ત્રણ આરોગ્ય કેન્દ્રોને એકયુએએસ એવોર્ડ માન.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ આપેલ હતો.

રાજકોટ શહેરની આ પ્રતિષ્ઠાની આરોગ્યના એવોર્ડ આરોગ્ય સમીતી ચેરમેન મનીષભાઇ રાડીયાના માર્ગદર્શન હેઠળ ડો. મનીષ ચુનારા, ડો. પંકજ રાઠોડ તથા ડો. હિરેન વિસાણી તથા આરોગ્ય શાખાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખાની આવિશિષ્ટ કામગીરીને મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ૬૯ વિધાનસભાના વાલી નીતીનભાઇ ભારદ્વાજશહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસક પક્ષ નેતા અરવિંદભાઇ રૈયાણી, રાજુભાઇ અઘેરાએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.