Abtak Media Google News

અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારની અધ્યક્ષતામાં સ્વાઈન ફલુ અંગે સમીક્ષા કરાઈ

રાજયમાં પ્રસરી રહેલા સ્વાઇન ફ્લુના રોગચાળા સામે ઘડી કાઢવામાં આવેલા એકશન પ્લાનના અસરકારક અમલીકરણ માટે અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની સ્િિત અંગે વિડિયો કોફરન્સી સમીક્ષા કરાઇ હતી.આ બેઠકમાં યેલી સમીક્ષા મુજબ સ્વાઇન ફ્લુના સંભવિત દર્દીઓને શોધી કાઢવા માટે ઘરેઘરે જઇને સર્વે કરવામાંઆવશે.આરોગ્ય વિભાગની ટીમો અને આશાવર્કરો દ્વારા આ સર્વે કરવામાં આવશે. વધુમાં સિવિલમાં ૧૦ અત્યાધુનિક વેન્ટીલેટર મુકવામાં આવશે. સ્વાઇન ફ્લુ અંગે રાજયસરકાર સતત ચિંતિત અને ગંભીર છે. એના પરિણામે આ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.સ્વાઇન ફ્લુના દર્દીના મૃત્યુના કિસ્સામાં ડે ઓડિટ કરવામાં આવશે. મૃત્યુ પામનાર દર્દીઓને સ્વાઇન ફ્લુ સિવાય અન્ય કોઇ રોગ હતો કે કેમ? તે સહિતની બાબતની તપાસ કરવામાં આવશે. કેમકે આરોગ્ય વિભાગને ધ્યાને આવ્યું છે કે સ્વાઇન ફ્લુ સો અન્ય રોગ ધરાવતા દર્દીનું મૃત્યુ વાની શકયતા વધી જાય છે.ટેમીફ્લુ દવાને સરકાર દ્વારા કોમન મેડીસીન લિસ્ટમાં મુકવામાં આવી છે. જેી પ્રિસ્ક્રીપશન વિના પણ ખરીદી શકાશે. સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ટેમી ફ્લુ નો જથ્ો ઉપલબ્ધ છે. સ્વાઇન ફ્લુની સારવાર શકય છે અને દર્દીઓને ગભરાવાની જરૂર ની. સમયસર સારવાર લેવાી દર્દી સાજા ઇ જાય છે.  સ્વાઈન ફ્લુ સામે વ્યા૫ક જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે ૫ણ આ બેઠકમાં ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં આઈ.એમ.એ અને ડ્રગીસ્ટોની ૫ણ સહમતી લેવામાં આવશે. આ બેઠકમાં વરિષ્ઠ અધિકારી જયંતિ રવિ, કમલેશ ઉપાધ્યાય, ડો. દહિયા, ૫રેશ દવે, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, સહીતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.