Abtak Media Google News

આજે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદ આવી રહ્યાં છે. ભાજપ દ્વારા મહિલા ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. જે બપોરે 2 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સુષ્મા સ્વરાજ સંવાદ કરશે. રાજયભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહેશે.

Advertisement

મોદી અને રાહુલ ગાંધી બાદ હવે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે સુષ્મા સ્વરાજ અમદાવાદ ખાતે મહિલા ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરશે. યુવા ટાઉન હોલની સફળતા બાદ મહિલા ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ૧૫૦થી વધુ સ્થળોએ મહિલાઓ સાથે સીધી વાત કરશે. આગામી ચૂંટણીમાં હવે ભાજપ મહિલાઓને ભાજપ તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.