Abtak Media Google News

૩,૪૪૪ બોટલ વિદેશી દારૂ, પાંચ બાઇક અને એક બોલેરો મળી રૂ.૧૧.૫૪ લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સો ફરાર

શહેરની ભાગોળે આવેલા લાખાપરના બુટલેગરે દિવાળી નિમિતે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી વાડીમાં છુપાવ્યાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી બુટલેગરને રૂ.૭.૫૪ લાખની કિંમતની ૩,૪૪૪ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી રૂ.૪ લાખની કિંમતના છ વાહન કબ્જે કર્યા છે. દરોડા દરમિયાન બે શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાખાપર ગામના પ્રવિણ ગગજી ધરજીયાની વાડીમાં વિદેશીનો જંગી જથ્થો રમેશ ઘોઘા ધરજીયાએ મગાવી છુપાવ્યાની બાતમીના આધારે એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ.   .એન.વાઘેલા,પી.એસ.આઇ. કે.જી.સીસોદીયા, મહિપાલસિંહ અને કુલદીપસિંહ સહિતના સ્ટાફે લાખાપર ગામે વિદેશી દારૂ અંગે દરોડો પાડયો હતો.

પ્રવિણ ધરજીયાની વાડીમાંથી રૂ.૭.૫૪ લાખની કિંમતની ૩,૪૪૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા રમેશ ઘોઘા ધરજીયાની ધરપકડ કરી તેની પાસેથી રૂ .૪ લાખની કિંમતના પાંચ બાઇક અને એક બોલે કબ્જે કર્યા છે દરોડા દરમિયાન નવાડી માલિક પ્રવિણ ધરજીયા ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે. વિદેશી દારૂ કયાંથી લાવ્યો અને કોને પહોચાડવાનો હતો તે અંગેની પૂછપરછ માટે રમેશ ધરજીયાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.