Abtak Media Google News

દ્રોણેશ્વર ગુરુકુળમાં ચાલી રહેલ વચનામૃત અનુષ્ઠાનમાં વિદેશથી પધારતા સ્વામીજીનું ભવ્ય સ્વાગત

અમેરિકા-જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સિટીમાં વીસ એકર સરોવર સહિત બાવન એકરમાં, એસજીવીપી ગુરુકુલની નૂતન શાખા સ્વામિનારાયણ સનાતન મંદિરમાં તાજેતરમાં જ શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામીના હસ્તે ભારતીય સનાતન પરંપરાના દેવો  લક્ષ્મીનારાયણ દેવ, સીતારામજી, તિરુપતિ બાલાજી વગેરે ૧૮ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ અમેરિકા, કેનેડા, યુકે, દુબઈ વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી પાછા ફરતા દ્રોણેશ્વર  સ્વામિનારાયણ ગુરુકુલમાં પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, વેદાંતસ્વરૂપદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય મહેશભાઇ જોષી તથા વિદ્યાર્થીઓએ ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુરકુલમાં ચાલી રહેલ વચનામૃત અનુષ્ઠાનમાં ઉપસ્થિત રહી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે વચનામૃત પ્રગટ પરબ્રહ્મ પુરુષોતમ નારાયણના વચનોરૂપી અમૃતનો મહાસાગર છે.

Advertisement

સ્વર્ગના અમૃતનું પાન કરવાથી દેવતાઓને ઇચ્છિત આયુષ મળે છે પરંતુ જન્મ-મરણના ચક્રમાંથી કાયમ માટે મુક્ત થવાતું નથી, જ્યારે વચનામૃતનું પાન કરવાથી કાળ, માયા અને કર્મના ભયથી મુક્ત થવાય છે,મોક્ષ માર્ગે ચાલતા હજારો મુમુક્ષોને વચનામૃત એક પથ દર્શક છે. આપ સર્વે હરિભક્તો છેલ્લા ચાર દિવસથી અખંડ વચનામૃતનું અનુષ્ઠાન કરો છો તે પ્રત્યક્ષ જોઈ અત્યંત રાજી થવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.