Abtak Media Google News

સંતોનું જીવન એ વળતર વિનાનું બલિદાન છે: સદગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામી

ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક રીતે દેશ અને વિદેશમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની ૩૬મી શાખાનો દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉદઘાટન કાર્યક્રમ યોજાયો.16 2

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભજન-ભક્તિને લગતા વિશેષ આયોજનો, પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પુરુવર્ય સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી, સંતોને માર્ગદર્શન આપી, સુંદર રીતે કરેલ.

ઉદઘાટન મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા, અતિથિ વિશેષ તરીકે પાટીદાર સમાજના પ્રમુખ લાલજીભાઈ પટેલ, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, સાગર સ્ટીવડોર્સના જતિનભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. મહિલા વિભાગમાં ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે અને ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યાં હતા.

સદવિદ્યા ભવનના મુખ્યદાતા તરીકે કાનજીભાઈ પ્રેમજીભાઈ ભૂડિયા તથા અરવિંદભાઈ કાનજીભાઈ ભૂડિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના સુપુત્રોએ (મૂળ ફોટડી કચ્છ નિવાસી હાલ મોમ્બાસા આફ્રિકા) સેવા બજાવેલ અને આ પ્રસંગે કલ્યાણભાઈ જેઠી તથા રામજીભાઈ હિરાણીનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.05

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં, તરવડા ગુરુકુળના સંચાલક કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, “શાસ્ત્રીજી મહારાજની ભાવના અનેક બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મળે અને બાળકો સદ્જીવન જીવી સમાજ તથા રાષ્ટ્રને ઉપયોગી થાય અને નિવયર્સનીજીવન જીવી, કુટુંબને ઉપયોગી બને એ ઉચ્ચ ભાવના આજ રાજકોટ ગુરુકુલની બધીજ શાખાઓમાં જળવાય રહી છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી આ ભવ્ય ઈમારત ખડી થઈ છે તે ઈમારત નથી પણ સંસ્કાર દેનાર વિદ્યા મંદિર છે.

આ પ્રસંગે તેઓએ ગુરુકુલના જૂના સંસ્મરણો વગોળી ગુરુકુલનો ઈતિહાસ રજૂ કરેલ.03 4

આ પ્રસંગે ધોરણ ૭માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પીનાક પોશીયાએ ભાવનગર ભૂમિ એટલે ભાવેનાની ભૂમિની વાત કરી. ૩૦૦ વર્ષનો ભાવનગરનો ઈતિહાસ જુસ્સાદાર વાણીમાં વ્યકત કરી સૌના દિલ જીતી લીધા હતા.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવેલ કે, “ગુરુકુલ એ વ્યક્તિત્વ ઘડતરનું કામ શિક્ષણની સાથે સાથે કરે છે. સંતો તપ કરે છે. ત્યાંગીને આપણને માથુ આપે છે. એની શીતળતા સ્વભાવિક હોય છે. મને અહીં શાંતિનો અનુભવ થાય છે. અહીં હું મારી જાતને ધન્ય માનું છું.

અધ્યક્ષ સ્થાનેથી ગુરુવર્ય સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, “શાસ્ત્રીજી મહારાજે વાવેલું બીજ આજે વટવૃક્ષ થઈ રહ્યું છે. સંતોનું જીવન એ વળતર વિનાનું બલિદાન છે. જીવપ્રાણી માત્રનું હિત કરવું એ મોટામાં મોટો સંસ્કાર છે.

આ પ્રસંગે પ્રસંગે તુલસીભાઈ ગોટી, દયાળભાઈ ગોટી, જેરામભાઈ વિરાણી, ડો.મનસુખભાઈ રંગાણી, ડો.બાબુભાઈ બાંભોલીયા, મધુકરભાઈ વ્યાસ, બાબુભાઈ શેલડીયા, હરિભાઈ રાદડીયા, પરશોતમભાઈ માંગરોળિયા, મગનભાઈ ભોરણીયા, ઓધવજીભાઈ મોણપરા, ગિરીશભાઈ વાઘાણી, કૌશિકભાઈ ભટ્ટ, નલિનભાઈ પંડિત, રમેશભાઈ ઉપાધ્યાય તથા ગામડામાંથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવેલ. કાર્યક્રમનું સંચાલન અમેરિકાથી પધારેલ શાસ્ત્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામીએ ભાવ વાણીમાં કરેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.