Abtak Media Google News

આજથી ૩ દિવસ સુધી અવનવી ડિઝાઈનોનું કલેકશન જોવા મળશે

ફોરચ્યુન હોટલ કાતે સ્વયંવર પ્રિમીયમ જવેલરી એક્ઝિબીશન તા.૫ થી ૭ જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે. એક્ઝિબીશનમાં અવનવી ડિઝાઈનોનું નવું કલેકશન જોવા મળી રહ્યું છે.

‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન આઈ.એમ. જવેલર્સના વિરેન સોનીએ જણાવ્યું કે, રાજકોટમાં તેનું પાંચમું એક્ઝિબીશન કરી રહ્યાં છે. છેલ્લા ૫ વર્ષથી રાજકોટના લોકોનો ખૂબ સરસ પ્રતિસાદ અમને મળી રહ્યો છે. દરેક વખતના એક્ઝિબીશનમાં અમો નવુ નવું કલેકશન લઈને આવીએ છીએ. પબ્લિકને પણ નવું જોઈએ તેથી તેમનો ચોઈસ અહીંયા મળી રહે છે.

અત્યારે એન.આર.આઈ. લોકો આવ્યા છે. અમો એન.આર.આઈ. કલેકશન પણ લઈને આવ્યા છીએ. પ્લેટીનમનું કલેકશન યુવાનો માટે લઈને આવ્યા છીએ. ઓકસોડાઈસ હેરીટેજ જવેલરી છે જે સુવર્ણકાર કારીગરોએ બનાવેલ છે. બ્રાઈડલ કલેકશન પણ લઈને આવ્યા છીએ. કસ્ટમર્સનો ખુબ સારો પ્રતિસાદ મળે છે. અત્યારે મારી પાસે હેરીટેજ જવેલરી છે. પદ્માવતી કલેકશન છે. અનકટ વિનલવિના કલેકશન નવું છે. પ્લેટીનમમાં ઈવારા કલેકશન નવું લોન્ચ કર્યું છે. કપલબેન્ડ પણ છે. કપલ માટે જોધા અકબર કલેકશન લઈને આવ્યા છીએ જે નેટલેશ બને પહેરી શકે.

હેલ્લોકીટીના પા‚લબેને ‘અબતક’ને જણાવ્યું હતું કે, અમે બધા હેલ્લોકીટીમાંથી આવ્યા છીએ. પ્રતિકભાઈ ઓર્ગેનાઈસર છે. આ સ્વયંવર એક્ઝિબીશનના દર વખતે અમને અહીં આમંત્રર હોય છે. અહીં કલેકશનમાં આનંદ શાહ, કે.આર.અભી જવેલર્સ છે. પ્રયોશા, એચ.જવેલર્સ, કે.આર.સન્સ છે જેમાં પદ્માવતી, જોધા અકબર, ઈટાલીઅન અલગ ટ્રેડિશનલ તેમજ મીટર વર્ક જોવા મળી રહ્યું છે. બધી જ જવેલરી છે. એકસ્ટ્રાઓર્ડિનરી યુનિક જવેલરી છે. ખુદને પ્રિન્સેસ કે મહારાણી ફિલ કરાવે તેવી જવેલરી છે.

આશિષ સોનીએ ‘અબતક’ને કહ્યું કે પ્રવિશા જવેલર્સમાંથી આવું છું. બધી એન્ટીક ડિઝાઈન જવેલરી લઈને આવ્યા છીએ. કંદોરા, બ્રાઈડલ જવેલરી, એન્ટીક બેન્ગલ્સ આમાં અને પહેલી વખત ભાગ લીધો છે. અમે ખુબ જ સોરો રીસ્પોન્સ મળ્યો છે. અમે નવા ટ્રેન્ડમાં રોઝગોલ્ડ જવેલરી નવી રેન્જ સાથે લઈને આવ્યા છીએ રોઝ ગોલ્ડના પંજા, રોઝગોલ્ડની રીંગ, રનીંગવેર માટે પણ લઈને આવ્યા છીએ જે કોર્પોરેટ લેડીઝ પણ પહેરી શકે કસ્ટમરને પોસાય અને તેના સુધી નવી વસ્તુ પહોંચે તે માટે અમે લેબર ચાર્જીસ સાથે જવેલરી લઈ આવ્યા છીએ કારણ કે કોઈ પણ કસ્ટમર્સને પહેલો સવાલ એ લેબર ચાર્જીસનો હોય છે માટે ડિઝાઈન વાઈસ અલગ અલગ લેબર ચાર્જીસ સાથે જવેલરી લઈ આવ્યા છીએ.

પ્રતિકભાઈ જવેરીએ જણાવ્યું કે, નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટસમાંથી આ અમા‚ બીજું એડિશન છે. રાજકોટની અંદર જવેલરી એક્ઝિબીશનનું અમે સોશીઅલી જવેલરી શો ઓર્ગેનાઈસ કરીએ છીએ જે ઓલ ઓવર ગુજરાતમાં કરીએ છીએ. આની પહેલા જયારે રાજકોટમાં અમે એક્ઝિબીશન કર્યું ત્યારે રાજકોટની જનતાનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે અમને થયું અમારે વર્ષે બે વાર નહીં આવવું જોઈએ. કારણ કે ઈન્ડિયાના ખુણે ખુણેથી જવેલર્સ છે જેમ કે આનંદ શાહ કિયારસન્સ છે. રાજકોયના પ્રિયાસન્સ જવેલર્સ અમદાવાદના આઈઓ જવેલર્સએ બધાને એક મંચ ઉપર ભેગા કરીને રાજકોટની જનતાને એવું પ્લેટફોર્મ મળે કે અંડર વન રૂફ આટલા બધા જવેલરોની ડિઝાઈન જોવા મળે અને એમનું ક્ધફયુઝન એ દૂર કરી શકે.

એક જ પ્લેટફોર્મ પરથી અલગ અલગ મળી શકે. લોકોનો રિસ્પોન્સ અભૂતપૂર્વ છે. કારણ કે પહેલીવાર જયારે અમે કર્યું ત્યારે શનિવારે અને રવિવારે દિવસ દરમ્યાન એક કલાક અમારે એન્ટ્રી બંધ કરી દેવી પડી હતી. એટલો સારો રિસ્પોન્સ મળ્યો હતો. એનાથી જ પ્રેરાઈને અમે ફરીવાર અત્યારે જાન્યુ.માં આ લઈને આવ્યા છીએ. કારણ કે જાન્યુ.એ અપકમીંગ વેડિંગ સીઝન હોય છે. રાજકોટે અમને બહુ જ સારી રીતે વધાવી લીધા છે. આશા રાખું છું આવો જ પ્રેમ અમારી માયે રહે અને અમારી પુરી કોશીષ રહેશે કે સારામાં સારા જવેલર્સને સારામાં સારી જવેલરી ડિઝાઈન સાથે લઈ આવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.